દેશમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે સોનાના ભાવે રફતાર પકડી છે. દેશમાં સોના ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ 17 નવેમ્બરે શું છે સોના ચાંદીના ભાવ.
આજે સોનાનો ભાવ
સોમવાર 17 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,23,114 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું ₹1,23,561 પર બંધ થયું હતું.17 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, MCX પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ ₹1,23,332 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹230 નો ઘટાડો હતો. MCX સોનું શરૂઆતના વેપારમાં ₹1,23,580 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ
સોમવારે MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. આ સમાચાર લખાઇ રહ્યા છે તે સમયે MCX પર ચાંદી ₹1,55,425 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ચાંદી ₹155,104 પર ખુલી હતી, જે પાછલા દિવસના બંધ ભાવની તુલનામાં આશરે ₹600 નો ઘટાડો દર્શાવે છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ(ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,25,020 | 1,14,700 |
ચેન્નાઇ
| 1,25,890 | 1,15,500 |
| સુરત | 1,25,020 | 1,14,700 |
| મુંબઇ | 1,24,970 | 1,14,550 |
| દિલ્હી | 1,25,120 | 1,14,700 |
| કોલકાતા | 1,24,970 | 1,14,550 |
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.