સોમવારે 24 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૫ ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ₹1,22,743 પર ખુલ્યો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું ₹1,24,191 પર બંધ થયું હતું.

આજે સોનાનો ભાવ 

24 નવેમ્બરના રોજ સવારે 10.30 કલાકે 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર ₹1,22,749 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1,440નો ઘટાડો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં MCX સોનું ₹1,23,300 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આજે ચાંદીનો ભાવ 

સોમવારે MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,52,989 પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ચાંદી ₹153913 પર ખુલી હતી, જે પાછલા દિવસના બંધ ભાવની તુલનામાં આશરે ₹1,160 નો ઘટાડો હતો.


મેટ્રો શહેરોમાં સોનાનો ભાવ (ગુ઼ડ રિટર્ન અનુસાર)



શહેર 
24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,25,180 1,14,750
ચેન્નાઇ 1,25,670 1,14,000
સુરત 1,25,180 1,14,750
મુંબઇ 1,25,130 1,14,700
દિલ્હી 1,25,280 1,14,850
કોલકાતા 1,25,130 1,14,700
વડોદરા 1,25,180 1,14,750

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?


24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

તહેવાર ટાણે સોનાની માગ વધી
ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.

  • Follow us on: