સોનાના ભાવમાં તો જબરદસ્ત વધારો થઇ ગયો છે.દિવસ જાય તેમ સોનાના ભાવ વધી જ રહ્યા છે. ત્યાર આજે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. સોમવારે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો. 20 ઓક્ટોબર સોમવારના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,27,817 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું ₹1,27,008 પર બંધ થયું હતું.

આજે સોના ચાંદીના ભાવ

20 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર ₹1,28,050 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1,000 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,28,556 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા ચાંદી ₹1,59,875 પર ખુલ્યા. આ સમાચાર લખાઇ રહ્યા છે તે સમયે ચાંદી ₹1,56,751 પર ટ્રેડ થઈ રહી હતી.

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,30,740
 ₹119,850
વડોદરા ₹1,30,740 ₹119,850
ચેન્નાઇ 
₹130,370 ₹119,950
મુંબઇ ₹130,860 ₹119,950
દિલ્હી ₹130,840 ₹119,950
કોલકાતા 
₹130,690 ₹119,800
બેંગ્લોર₹130,690 ₹119,800

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

તહેવાર ટાણે સોનાની માગ વધી

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.