સોનાના ભાવમાં રોજબરોજ વધારો ઘટાડો જોવા મળે છે. વૈશ્વિકી કારણોસર સોનાના ભાવમાં વધારો ઘટાડો નોંધાય છે. ત્યારે 26 સપ્ટેમ્બરની વાત કરીએ તો સોનાના ભાવમાં આજે ફેરફાર આવ્યો છે. 25 સપ્ટેમ્બરે સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ
આજે સોનાનો ભાવ શું ?
MCX મુજબ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોનાની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. આજે સોનું 0.06 ટકા વધીને 1,13,943 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યુ છે. જો કે અન્ય મોટા શહેરોમાં આ ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
આજનો ચાંદીનો ભાવ
આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચાંદી 0.08 ટકા વધીને 1,36,950 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યું છે.
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,14,930 | રૂ. 1,05,350 |
| દિલ્હી | રૂ.1,15,030 | રૂ. 1,05,450 |
| મુંબઈ | રૂ. 1,14,880 | રૂ.1,05,300 |
| ચેન્નાઈ | રૂ. 1,15,090 | રૂ. 1,05,500 |
| બેંગલુરુ | રૂ. 1,14,880 | રૂ.1,05,300 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. તેથી, ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારની સીધી અસર આ ધાતુઓના ભાવ પર પડે છે. જો ડોલર વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં પણ સોનાના ભાવ વધે છે.
બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
Diclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.









