હાલના દિવસોમાં એમસીએક્સ પર સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 132000 રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા બાદ ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે 30 ઓક્ટોબરના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે આજનો સોનાનો લેટેસ્ટ ભાવ

MCX મુજબ આજે સોનાનો ભાવ કેટલો ? 

હાલના દિવસોમાં એમસીએક્સ પર સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે 30 ઓક્ટોબરે 2025ના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત જોવા મળ્યો. સોનાનો ભાવ અત્યારે 10 ગ્રામના 118973 પર પહોંચ્યો છે. જે લગભગ 1.40 ટકાનો ઘટાડો દર્શાવે છે. એટલે કે કહી શકાય કે આજે સોનું 1693 સસ્તુ થયું છે.

ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો ?

તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રતિ કિલો ચાંદીનો ભાવ લગભગ 144730 રૂપિયા નોંધાયા છે.એટલે કે 0.92 ટકાનો ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ લગભગ US$3,933 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો હતો. આ ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ) ની નીતિ જાહેરાત હતી. તેણે દરોને યથાવત રાખ્યા હતા પરંતુ ભવિષ્યમાં દર ઘટાડાની શક્યતા ઘટાડી હતી. આનાથી ડોલર ઇન્ડેક્સમાં વધારો થયો હતો અને મજબૂત ડોલરે સોના અને ચાંદી પર દબાણ બનાવ્યું હતું.

તો સોના ચાંદીના ભાવ વધી શકે

બજાર નિષ્ણાતો માને છે કે જો ડોલરની મજબૂતાઈ ચાલુ રહેશે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. જો કે, જો વૈશ્વિક વેપાર તણાવ વધશે અથવા ભૂ-રાજકીય અનિશ્ચિતતા વધુ ઘેરી બનશે, તો સોના અને ચાંદીના ભાવ ફરી શકે છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કારણો

જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોના જેવી કોમોડિટીના ભાવ સામાન્ય રીતે દબાણ હેઠળ આવે છે, કારણ કે ડોલર સામે સોનાનો વેપાર થાય છે. યુએસ ફેડરલ રિઝર્વની નીતિએ સૂચવ્યું હતું કે દરોમાં ટૂંક સમયમાં ઘટાડો કરવામાં આવશે નહીં, જેનાથી ડોલરને ટેકો મળ્યો અને રોકાણકારો સોના અને ચાંદી જેવી સલામત સંપત્તિઓથી હટવા લાગ્યા.

ભારતમાં સોનાનો ભાવ રેકોર્ડ ઊંચા સ્તરેથી ઘટ્યા

ભારતમાં, સોના અને ચાંદીના ભાવ પણ તેમના અગાઉના રેકોર્ડ ઊંચા સ્તરથી નીચે આવી ગયા છે. રોકાણકારો હવે સોના અને ચાંદીમાં સલામત સંપત્તિ તરીકે રોકાણ કરવાને બદલે સાવધાની દાખવી રહ્યા છે. ચાંદીના ભાવ જે થોડા દિવસ પહેલા સુધી રેકોર્ડ સ્તરે હતા, હવે તેમાં પણ ઘટાડો થયો છે.