આજે સોના-ચાંદીના ભાવ: ભારતમાં આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તેના ઘણા કારણો છે, એક તરફ યુએસ ડોલરની નબળાઈ અને બીજી તરફ સ્થાનિક બજારમાં સારી માગ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ના ડેટા અનુસાર, સોમવારે સવારે 10:00 વાગ્યા સુધીમાં, સોનાનો ભાવ 0.31% વધીને આશરે ₹1,21,603 પ્રતિ 10 ગ્રામ થયો છે.

મોટા શહેરોમાં સોનાનો લેટેસ્ટ રેટ

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,23,2201,12,930
સુરત1,23,2201,12,930
ચેન્નાઇ 1,23,8201,13,500
મુંબઇ1,23,1401,12,900
દિલ્હી1,23,1401,12,890
કોલકાતા1,23,1201,12,900
ભોપાલ1,23,2201,12,930

ચાંદીનો ભાવ

સોનાની જેમ ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. 3 નવેમ્બરની અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,54,000 રૂપિયા નોધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ ₹48.97 છે. સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો દેશમાં સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

ઘરેણાં ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

સોનાના વધતા ભાવ વચ્ચે, જ્યારે પણ તમે ઘરેણાં ખરીદવા જાઓ છો, ત્યારે તેની ગુણવત્તા તપાસવી મહત્વપૂર્ણ છે. આ વિશે જાણવું ખૂબ જ સરળ છે. તમે જે ઘરેણાં ખરીદી રહ્યા છો તેમાં તેના કેરેટ અનુસાર હોલમાર્ક હોય છે, જે તેની શુદ્ધતાનું માપ છે. ઉદાહરણ તરીકે, 24 કેરેટના સોનાના ઘરેણાં પર 999, 22 કેરેટ પર 916 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.