મંગળવારે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રેકોર્ડ હાઇ કિંમત પર પહોંચ્યા બાદ સોનાની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. વળી ડોલર મજબૂત થતા અને અમેરિકી રિઝર્વ નીતિને લઇને અનિશ્ચિતતાને કારણે બંને ધાતુઓ પર દબાણ કર્યુ છે. ત્યારે આવો જાણીએ 4 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં શું છે ફેરફાર
આજે સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર વાયદામાં સોનું 0.68% ટકા ઘટીને ₹1,20.583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ સમયે ચાંદીમાં પણ 0.66 ટકાનો ઘટાડો થયો છે. ચાંદી એક કિલો પ્રતિગ્રામ 146783 પર પહોંચી ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમત વધી રહી હતી પરંતુ હવે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરવા લાગ્યા. તેનો અર્થ એ કે જે લોકોએ પહેલા સોનું ખરીદી રાખ્યું હતું તેઓએ ઉંચી કિંમતે વેચીને નફો કરી લીધો.
ડોલર મજબૂત થતા સોના પર દબાણ વધ્યું
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ હંમેશા યુએસ ડોલરમાં સ્થિર રહે છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે અન્ય ચલણોમાં સોનું મોંઘુ થાય છે, જેના કારણે માંગ ઓછી થાય છે. ડોલર ઇન્ડેક્સ આજે લગભગ 0.20% વધીને 100.05 પર પહોંચી ગયો છે, જે ત્રણ મહિનામાં તેનો ઉચ્ચતમ સ્તર છે. આ વધારો બજારની એવી લાગણીને કારણે છે કે યુએસ ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે. ઓક્ટોબરમાં, ફેડે આ વર્ષે બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો, પરંતુ ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યો હતો કે વધુ કાપની શક્યતા ઓછી છે. આ કારણે સોનાના ભાવમાં હાલમાં કોઈ નોંધપાત્ર વધારો દેખાઈ રહ્યો નથી.
મોટા શહેરોમાં સોનાનો લેટેસ્ટ રેટ (ગુડ રિટર્ન અનુસાર )
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,22,510 | ₹112,300 |
| વડોદરા | ₹1,22,510 | ₹112,300 |
| ચેન્નાઇ | ₹122,730 | ₹112,250 |
| મુંબઇ | ₹122,460 | ₹112,250 |
| દિલ્હી | ₹122,510 | ₹112,400 |
| કોલકાતા | ₹122,460 | ₹112,250 |
| બેંગ્લોર | ₹122,460 | ₹112,250 |
ચાંદીનો શું છે ભાવ
છેલ્લા પંદર દિવસથી ઘટાડા બાદ, ચાંદીમાં હવે ફરી ઉછાળો આવ્યો છે. સોમવાર પછી મંગળવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે, MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹146783 પર ટ્રેડ થઈ રહી છે.
ચાંદીની માંગ કેમ વધી રહી છે
ચાંદી હવે ફક્ત ઘરેણાં અને સિક્કા સુધી મર્યાદિત નથી. આજે, તે ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઓટોમોબાઇલ ભાગો બધા ચાંદીના વપરાશને આગળ ધપાવી રહ્યા છે. એવો અંદાજ છે કે લગભગ 60-70% ચાંદીનો ઉપયોગ હવે ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે.
લગ્ન સિઝન શરૂ થતા ભાવમાં ઘટાડો
નવેમ્બરમાં લગ્નની મોસમ પહેલા સોનાના ભાવમાં ઘટાડો ઘણા લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ભારતમાં, લગ્ન અને અન્ય મહત્વપૂર્ણ પ્રસંગો માટે સોનું અને ચાંદી ખરીદવી એક પરંપરા છે. ભારતીયો આ કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માને છે. રોકાણકારો માટે સોનું હંમેશા સલામત રોકાણ વિકલ્પ રહ્યો છે. લગ્નની મોસમ દરમિયાન સોના અને ચાંદીની માંગ પણ વધી શકે છે.