સોના અને ચાંદીની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવોમાં સતત ફેરફાર આવી રહ્યો છે. જીએસટી રિફોર્મ બાદ સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ તે બાદથી સોનાના ભાવમાં વધારો જ થઇ રહ્યો છે. ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ..


[[$googlead]]

આજનો સોના-ચાંદીનો ભાવ

અમેરિકી કેન્દ્રીય બેંક યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડાની આશા વચ્ચે એક દિવસ પહેલા રેકોર્ડ હાઇએ પહોંચ્યા બાદ બુધવારે એટલે કે 17 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એમસીએક્સ પર સોનુ શરૂઆતી કારોબાર દરમિયાન 0.23 ટકા ઘટીને 1,09,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. તો ચાંદી પણ 1.02 ટકા ઘટીને 1,27,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ
 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ.1,11,200 રૂ. 1,01,950
દિલ્હી રૂ.1,11,300 રૂ. 1,02,050
મુંબઈ રૂ. 1,11,170 રૂ. 1,01,900 
ચેન્નાઈ રૂ. 1,11,171 રૂ. 1,02,200
બેંગલુરુ રૂ. 1,11,170 રૂ. 1,01,900


[[$alsoread]]

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.

  • Follow us on: