તહેવારની સિઝન વચ્ચે સપ્તાહના બીજા દિવસે સોનાની ચમક વધારે વધી છે. ઘરેલુ ફ્યૂચર માર્કેટમાં સોનાની કિંમતમાં આજે પણ ફેરફાર જોવા મળ્યો છે. સવારે 10.40 કલાકે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 ડિસેમ્બરની એક્સપાયરી વાળુ ગોલ્ડ ફ્યુચર વાયદો 126731 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું

આજે સોનાનો ભાવ 

એમસીએક્સ ગોલ્ડ 1412 રૂપિયાની તેજી સાથે 126041 રૂપિયા પર ખૂલ્યો હતો જે શરૂઆતી કારોબારમાં 126900 સુધી પહોંચી ગયો હતો. good return અનુસાર સોનાના ભાવની વાત કરીએ તો, આજે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 3280 રૂપિયાનો વધારો થયો છે.

આજનો ચાંદીનો ભાવ 

સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ડિસેમ્બર કોન્ટ્રેક્ટ માટે ચાંદી ₹608 વધીને ₹1,55,253 પ્રતિ કિલો પર ખુલી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી MCX ચાંદી ₹1,62,320 પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે ગુડ રિટર્ન અનુસાર એક કિલો ચાંદીની વાત કરીએતો, ચાંદી 193000 પર ટ્રેડ કરી રહી છે. 

તહેવાર ટાણે સોનાના ભાવે વધારી ચિંતા 

તહેવારોની સિઝન ચાલી રહી છે. આવતા અઠવાડિયે દિવાળી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, સોનાના વધતા ભાવ ચિંતાનું કારણ બન્યા છે. ભારતમાં લગ્ન, શુભ પ્રસંગો અને દિવાળી માટે સોનું ખરીદવાનો રિવાજ છે. સોનાનો ભારતીય સંસ્કૃતિ સાથે પણ ઊંડો સંબંધ છે. ઘરેલુ રિટેલ માર્કેટમાં સોનાની કિંમતમાં દર દિવસે ફેરફાર આવે છે. પીળી ધાતુએ બજારમાં માગ અને સપ્લાયના આધાર પર સોનાના ભાવ વધતા ઘટતા રહે છે. જો તમે સોનાની ખરીદીનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરમાં સોનાનો લેટેસ્ટ શું રેટ છે તે ચેક કરી લો. 

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર24 કેરેટ પ્રતિ 10 ગ્રામ
 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,28,680 ₹117,950
વડોદરા ₹1,28,680 ₹117,950
ચેન્નાઇ ₹129,000 ₹118,250
મુંબઇ ₹125,400 ₹114,950
દિલ્હી ₹128,830 ₹118,100
કોલકાતા ₹128,680 ₹117,950
બેંગ્લોર ₹128,680 ₹117,950

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

તહેવાર ટાણે સોનાની માગ વધી

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.

વૈશ્વિક બજારની અસર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં, સોનું $4,039.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન, ચાંદી પહેલીવાર $50 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સ્તર માનવામાં આવે છે. આ વધારા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ડોલર નબળો પડવો, ભૂ-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.


Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.