મંગળવારે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો. દેશભરના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં આશરે 1,000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આવો જાણીએ દેશના િવવિધ શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ
આજે સોનાનો ભાવ
ભારતીય બજારમાં સોનાના ભાવમાં મંગળવારે વધુ એક વધારો જોવા મળ્યો. સોનાએ જાણે કે નવો જ રેકોર્ડ બનાવ્યો છે. MCX એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ ₹1,20,879 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ગુડ રિટર્ન મુજબ સોનાના ભાવની વાત કરીએ તો 1,22,000ને પાર પહોંચ્યો છે. ગુડ રિટર્ન મુજબ 1250 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદી રહ્યા છે. જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આજે ચાંદીનો ભાવ
મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદી ₹157,000 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી હતી. આ પાછલા દિવસની સરખામણીમાં ₹1,000 નો વધારો દર્શાવે છે. 6 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં ચાંદીનો ભાવ ₹156,000 હતો. ઓક્ટોબરમાં ચાંદીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે બંને ધાતુઓમાં રોકાણ કરી રહ્યા છે. વધુમાં ભારતમાં તેમના સાંસ્કૃતિક મહત્વને કારણે સોના અને ચાંદીની ખરીદી પણ કરવામાં આવે છે.
મેટ્રો શહેરોમાં સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹122,070 | ₹111,900 |
| વડોદરા | ₹122,070 | ₹111,900 |
ચેન્નાઇ | ₹122,180 | ₹112,000 |
| મુંબઇ | ₹122,020 | ₹111,850 |
| દિલ્હી | ₹122,070 | ₹112,000 |
| કોલકાતા | ₹122,020 | ₹111,850 |
| બેંગ્લોર | ₹122,020 | ₹111,850 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. તેથી, ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારની સીધી અસર આ ધાતુઓના ભાવ પર પડે છે. જો ડોલર વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં પણ સોનાના ભાવ વધે છે.
બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
Diclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
