નવરાત્રિમાં ઓલટાઇમ હાઇ રહ્યા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ સોનાના ભાવ ઘટ્યા છે. એમસીએક્સ પર ગોલ્ડ ડિસેમ્બર ફ્યૂચર્સ 722 રૂપિયાના ઘટાડા સાથે 1,16,866 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.


[[$googlead]]

આજે સોનાનો ભાવ

નવરાત્રિ અને દશેરાના તહેવાર બાદ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ વધી રહ્યા હતા પરંતુ આજે સોનાના ભાવ ઘટ્યા છે. ઇન્ડિયન બુલિયન પર હાલ સોનું 1,17,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઇ રહ્યું છે. મહત્વનું છેકે ભારતમાં સોના અને ચાંદીના ભાવ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. યુએસ ડોલરની મજબૂતાઈ કે નબળાઈ, ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરના નિર્ણયો આ બધું સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

આજે ચાંદીનો ભાવ

દિલ્હીમાં ચાંદીનો ભાવ 3 ઓક્ટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ.1,53,100 પર પહોંચી ગયા હતા, જે 1 ઓક્ટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ.1,50,500 હતા. જે 3000થી વધારે વધારો દર્શાવે છે.

[[$alsoread]]

મેટ્રો શહેરોમાં સોનાના ભાવ કેટલા ?

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹118,090 ₹108,250
વડોદરા ₹118,090 ₹108,250
ચેન્નાઇ 
₹118,260 ₹108,400
મુંબઇ 
₹118,040 ₹108,200
દિલ્હી 
₹118,190 ₹108,350
કોલકાતા ₹118,040 ₹108,200
બેંગ્લોર 
₹118,040 ₹108,200
હૈદરાબાદ 
₹118,040 ₹108,200
કેરળ ₹118,040 ₹108,200


22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. તેથી, ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારની સીધી અસર આ ધાતુઓના ભાવ પર પડે છે. જો ડોલર વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં પણ સોનાના ભાવ વધે છે.

બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.


Diclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.  

  • Follow us on: