સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઇ રહ્યો છે. ક્યારેક ભાવ આસમાને પહોંચી જાય છે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. ધનતેરસથી જ સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આજે પણ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.
આજે સોનાનો ભાવ
આજે સોના અને ચાંદી બંનેના ભાવ સ્થિર થયા પછી ઘટતા જોવા મળી રહ્યા છે. શરૂઆતના થોડા દિવસો માટે તેમના ભાવ ખૂબ ઊંચા હતા, પરંતુ હવે સામાન્ય ખરીદદારોને થોડી રાહત મળી રહી છે. સોમવાર 29 ઓક્ટોબરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,19,647 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સોનું ₹1,19,646 પર બંધ થયું હતું.
29 ઓક્ટોબરના રોજ સવારે 10:35 વાગ્યે, 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર ₹1,19,416 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹230 નો ઘટાડો હતો. MCX સોનું શરૂઆતના વેપારમાં ₹1,20,104 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ
બુધવારે MCX પર ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો. 29 ઓક્ટોબરના રોજ 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા ચાંદીના ભાવ ₹1,44,761 પ્રતિ કિલો પર ખુલ્યા. આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે, ચાંદીનો ભાવ રૂ. 1,44,729, પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના પાછલા બંધ ભાવ કરતાં લગભગ રૂ. 387નો વધારો દર્શાવે છે.
મોટા શહેરોમા આજે શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,21,630
| ₹111,500 |
| વડોદરા | ₹1,21,630
| ₹111,500
|
| ચેન્નાઇ | ₹122,290 | ₹112,100 |
| મુંબઇ | ₹121,580 | ₹111,450 |
| દિલ્હી | ₹121,730 | ₹111,600 |
| કોલકાતા | ₹121,580 | ₹111,450 |
| બેંગ્લોર | ₹121,580 | ₹111,450 |
લગ્નની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે, અને આના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થઈ શકે છે. લોકો લગ્ન જેવા મુખ્ય પ્રસંગો માટે સોના અને ચાંદીની ખરીદી કરે છે, જેના કારણે તેમની માંગ અને ભાવમાં વધારો થાય છે.
સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?
શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે તહેવારોની મોસમ, મજબૂત રોકાણ માંગ અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતાને કારણે થયો હતો. હવે, ફુગાવો, બદલાતા ડોલરની અસર અને સંભવતઃ કેટલાક રોકાણકારો દ્વારા નફો બુક કરવા જેવા પરિબળોને કારણે ત્રણ દિવસની સ્થિરતા પછી બંને ધાતુઓમાં ઘટાડો થયો છે, ખાસ કરીને ચાંદીમાં, જેમાં પ્રતિ કિલોગ્રામ ₹4,100 ની આસપાસ દબાણ જોવા મળ્યું હતું.