દેશમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો સતત નોંધાઇ રહ્યો છે.ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. જો કે હમણા થોડા સમયથી સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ ભાવ તો એક લાખને પાર જ છે. ત્યારે આવો જાણીએ 18 નવેમ્બરે સોનાનો શું છે ભાવ
આજે સોનાનો ભાવ
આજે દેશમાં સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઘટ્યા છે. 18 નવેમ્બર 2025ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹123660 રૂપિયા છે. જેમાં આજે 1740 રૂપિયાનો ઘટાડો થયો છે.
22 કેરેટ સોનાનો ભાવ ₹113350 જે સોમવારની સરખામણીએ 1600 રૂપિયાનો ભાવ ઘટાડો દર્શાવે છે.
આજે ચાંદીનો ભાવ
સોનાની કિંમતની જેમ ચાંદીમાં પણ ભાવ ઘટ્યા છે. આજે ચાંદીની કિંમતમાં 162000 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે. ગઇ કાલની સરખામણીએ આજે ચાંદીનો ભાવ 5000 રૂપિયા ઘટ્યો છે.
મેટ્રો શહેરોમાં સોનાનો ભાવ (ગુ઼ડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,23,710 | 1,13,400 |
| ચેન્નાઇ | 1,24,370 | 1,14,000 |
| સુરત | 1,23,710 | 1,13,400 |
| મુંબઇ | 1,23,660 | 1,13,350 |
| દિલ્હી | 1,23,810 | 1,13,500 |
| કોલકાતા | 1,23,660 | 1,13,350 |
| વડોદરા | 1,23,710 | 1,13,400 |
