વર્ષ 2025માં સોના અને ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે, તેની ચર્ચા અત્યારે સમગ્ર દેશમાં થઈ રહી છે. સોનું અને ચાંદી એક પછી એક ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ બનાવી રહ્યા છે. દરેક અઠવાડિયે કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળે છે. આ અઠવાડિયે પણ ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.


આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો?

• 24 કેરેટ સોનું: આ અઠવાડિયે 24 કેરેટ સોનાની કિંમતમાં ₹7,040નો વધારો થયો છે.

• 22 કેરેટ સોનું: 22 કેરેટ સોનાના ભાવમાં આ અઠવાડિયે ₹6,450નો વધારો જોવા મળ્યો છે.

• ચાંદી: ચાંદીના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ અઠવાડિયે 1 કિલો ચાંદીની કિંમતમાં ₹37,000નો જંગી વધારો થયો છે.

આજનો તમારા શહેરમાં સોનાનો ભાવ શું? ( As Per Good Return )

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ1,41,2701,29,500
દિલ્હી1,41,370
1,29,600
મુંબઈ1,41,2201,29,450
કોલકાતા1,41,2201,29,450
રાજકોટ1,41,2701,29,500
સુરત1,41,2701,29,500
વડોદરા 1,41,2701,29,500

28 ડિસેમ્બર: ચાંદીની આજની કિંમત

આજે 28 ડિસેમ્બર, રવિવારના રોજ ચાંદીની કિંમત ₹2,51,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ વર્ષે ઘરેલું બજારમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 163.5%ની તેજી આવી છે, જ્યારે વિદેશી બજારોમાં ચાંદીના ભાવ 75.63 ડોલર પ્રતિ ઔંસ વધ્યા છે.

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ.

મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

  • Follow us on: