દેશના વાયદા બજારમાં 2026ના બીજા દિવસે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. ચાંદી અને સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. નિષ્ણાંતો માને છે કે સ્પોટ ગોલ્ડની માંગમાં વધારો અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો બંને ધાતુઓને ટેકો આપી રહ્યો છે.
આજે ચાંદીનો ભાવ
દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ ₹7,600નો વધારો થયો. જે ઇન્ટ્રાડે ₹2,43,443ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આજે ચાંદી ₹239,041 પર ખુલી હતી અને આગલા દિવસે ₹235,873 પર બંધ થઈ હતી. સવારે 10 વાગ્યે, ચાંદીના ભાવ ₹6,253 વધીને ₹242,126 પર ટ્રેડ થઈ રહ્યા હતા. વિદેશી બજારોમાં, યુએસમાં ચાંદીના વાયદા 3.47 ટકા વધીને $73.05 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે, અને ચાંદીના હાજર ભાવ 2.50 ટકા વધીને $73.4346 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. યુકેમાં ચાંદી 2.33 ટકા વધીને 54.4828 પાઉન્ડ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, અને યુરોપમાં 2.36 ટકા વધીને 62.4495 યુરો પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
સોનાના ભાવમાં પણ વધારો
બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ ટ્રેડિંગ સત્ર દરમિયાન આશરે ₹1,200 પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,36,999 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સવારે 10.05 વાગ્યે, સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ₹1,36,627 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ₹823 વધીને ₹1,36,999 પર ટ્રેડ થઈ રહ્યા હતા.આજે સોનું દિવસના અંતે ₹136999ની ઊંચી સપાટીએ ખુલ્યું હતું, જે એક દિવસ પહેલા ₹1,35,804 પર બંધ થયુ હતું.
મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
અમદાવાદ
| 1,36,250
| ₹124,900
|
| બેંગ્લોર | ₹1,36,620 | ₹1,24,850 |
ચેન્નાઇ
| ₹1,37,240 | ₹125,800 |
મુંબઇ
| ₹1,36,200
| ₹124,850
|
| દિલ્હી | ₹1,36,350 | ₹125,000 |
કોલકાતા
| ₹1,36,200 | ₹124,850 |
વડોદરા
| ₹1,36,250
| ₹124,900 |
મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચો- Venus And Sun Yuti: 14 જાન્યુઆરીથી 3 રાશિનું ચમકશે નસીબ, શુક્રાદિત્ય રાજયોગ અપાવશે અણધારી સફળતા