દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 1,52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દેશની અંદર સોના અને ચાંદીની કિંમતો ડોમેસ્ટિક ફેક્ટર્સની સાથે-સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થાય છે.
સોનાના ભાવમાં સપ્તાહિક તેજી યથાવત્
દેશમાં સોનું વીકલી બેઝિસ પર મોંઘું થયું છે. એક અઠવાડિયામાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 1,640 રૂપિયા સુધી વધી છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડનો ભાવ 1,500 રૂપિયા સુધી વધ્યો છે. આજે 10 મેના રોજ કિંમતની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ 1,52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. દિલ્હીના ઝવેરી બજારમાં શુક્રવાર, 8 મેના રોજ સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 1,55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 4,721 ડોલર પ્રતિ ઔંસ પર છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,52,500 | 1,39,800 |
| મુંબઈ | 1,52,350 | 1,39,650 |
| કોલકાતા | 1,52,350 | 1,39,650 |
| ચેન્નઈ | 1,54,370 | 1,41,500 |
| રાજકોટ | 1,52,400 | 1,39,700 |
| અમદાવાદ | 1,52,400 | 1,39,700 |
| ભોપાલ | 1,52,400 | 1,39,700 |
ચાંદીની કિંમત
બીજી કિંમતી ધાતુ ચાંદીની કિંમતમાં પણ વીકલી બેઝિસ પર વધારો નોંધાયો છે. તે 10,000 રૂપિયા મોંઘી થઈ છે. 10 મેની સવારે ચાંદીનો ભાવ 2,75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. શુક્રવાર, 8 મેના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 200 રૂપિયા ઘટીને 2,61,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદીની કિંમતે 4 લાખ રૂપિયાનો આંકડો વટાવી દીધો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી 81.14 ડોલર પ્રતિ ઔંસ પર છે. દેશની અંદર સોના અને ચાંદીની કિંમતો ડોમેસ્ટિક ફેક્ટર્સની સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થાય છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.