સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ આવ્યા કરે છે. ક્યારેક સોનાનો ભાવ વધે છે તોક્યારેક ભાવ ઘટે છે. ભૂ રાજકીય પરિબળોને કારણે સોના ચાંદીના ભાવમાં બદલાવ આવે છે. ત્યારે 12 જાન્યુઆરીએ શું છે સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ તે વિશે જાણીએ.
આજે સોનાનો ભાવ
સોમવાર 12 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી, 2026 ની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા રૂ. 1,39,600 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું રૂ. 1,38,819 પર બંધ થયું હતું.
12 જાન્યુઆરીના રોજ સવારે 10:10 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર રૂ. 1,40,795 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવ કરતા આશરે રૂ. 2,000 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ. 1,41,250 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ
5 માર્ચ,2026ની સમાપ્તિ તારીખ સાથે MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 261766 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 9000 નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX ચાંદી રૂ. 2,63,996ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,42,200 | 1,30,350 |
| રાજકોટ | 1,42,200 | 1,30,350 |
વડોદરા
| 1,42,200 | 1,30,350 |
| સુરત | 1,42,200 | 1,30,350 |
| સુરત | 1,42,200 | 1,30,350 |
| મુંબઈ | 1,42,150 | 1,30,300 |
દિલ્હી
| 1,42,300 | 1,30,450 |
| કોલકાતા | 1,42,150 | 1,30,300 |
ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ
જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ