2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે પરંતુ સોના અને ચાંદીની ચમક ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. વર્ષના અંતિમ દિવસોમાં સોના અને ચાંદી બંને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. 26 ડિસેમ્બરની સવારે દેશભરના બુલિયન બજારોમાં સોનાના ભાવમાં નવો ઉછાળો આવ્યો, જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ સમાચાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


[[$googlead]]

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ
₹1,40,070 
₹128,400
બેંગ્લોર 
₹140,020 ₹128,350
ચેન્નાઇ 
₹140,620 ₹128,900
મુંબઇ 
₹140,020 ₹128,350
દિલ્હી
 ₹140,170 ₹128,500
કોલકાતા ₹140,020 ₹128,350
વડોદરા ₹1,40,070 ₹128,400

આંતરરાષ્ટ્રીય બજારની અસર

સોનાના ભાવમાં વધારામાં આંતરરાષ્ટ્રીય બજારે મુખ્ય ભૂમિકા ભજવી છે. વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ $4525.96 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં આશરે 79.7 ટકાનો વધારો થયો છે. અગ્રણી રોકાણ બેંક ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં સોનું $4900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. બેંકનું કહેવું છે કે વિશ્વભરની ઘણી કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે, જે ભવિષ્યમાં ભાવને ટેકો આપશે.

ચાંદીમાં પણ જોરદાર ઉછાળો 

સોનાની સાથે ચાંદીએ પણ રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા. ગુડ રિટર્ન્સ અનુસાર 26  ડિસેમ્બરના રોજ, ચાંદીનો ભાવ ₹6000 વધીને ₹240000 પ્રતિ કિલોગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $72.70 પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી બજારોમાં ચાંદીના ભાવમાં 151 ટકા અને સ્થાનિક બજારમાં લગભગ 153 ટકાનો વધારો થયો છે. 

[[$alsoread]]

આ પણ વાંચો- Shani Dev 2026: શનિદેવ કરશે 4 રાશિનો બેડોપાર, રચાશે મહાસંયોગ


  • Follow us on: