આ અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવોમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અઠવાડિયાના છેલ્લાં દિવસે આજે રવિવાર, 15 ફેબ્રુઆરીએ સ્થાનિક સરાફા બજારમાં ગોલ્ડ-સિલ્વરના દરમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. જોકે, ગઈકાલે શનિવારે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજે સાપ્તાહિક રજા હોવાને કારણે સ્થાનિક વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ટ્રેડિંગ બંધ છે.

મહા શિવરાત્રીના તહેવાર પર સોનાનો ભાવ શું?

આજે 15 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીનો તહેવાર છે. આ પ્રસંગે ઘણા લોકો સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ આજે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો પહેલાં આજનો સોનાનો ભાવ ચોક્કસ જાણી લો.

ભારતમાં સોનાનો ભાવ (Gold Price Today)

આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,775 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,460 રૂપિયા છે. તેમજ 18 કેરેટ સોનાનો ભાવ (જેને 999 ગોલ્ડ પણ કહેવામાં આવે છે) પ્રતિ ગ્રામ 11,831 રૂપિયા છે.  ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,775 રૂપિયા છે. એટલે કે 10 ગ્રામ માટે 1,57,750 રૂપિયા થાય છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ1,57,8001,44,650
રાજકોટ1,57,8001,44,650
વડોદરા1,57,8001,44,650
સુરત1,57,8001,44,650
મુંબઈ1,57,7501,44,600
દિલ્હી1,57,9001,44,750

જો તમે આ અઠવાડિયાના સોનાના ભાવો પર નજર કરો તો કહી શકાય કે તેમાં ઝડપી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એક દિવસ સોનાનો ભાવ વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિઓના કારણે સોનાના ભાવોમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે.

ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ

જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.