ભારતમાં 21 નવેમ્બર શુક્રવારના રોજ 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹12,4480 છે, જે ગઈકાલની સરખામણીમાં 220 રૂપિયાનો વધારો દર્શાવે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹200 વધીને ₹11,4100 થયો છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹93360 થયો છે, જે ગુરુવારની સરખામણીમાં માત્ર ₹170નો વધારો દર્શાવે છે.
આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ
રોકાણકારો છેલ્લા કેટલાક વર્ષોથી સોનાને સલામત રોકાણ તરીકે જોઈ રહ્યા છે. પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹124,480 છે. જે ગઈકાલની સરખામણીમાં ₹124260 હતો. 22 કેરેટ સોનાનો ભાવ ગઈકાલના ₹113,900 થી વધીને ₹114,100 થયો છે. 18 કેરેટ સોનાનો ભાવ ગઈકાલના ₹93,190 થી વધીને ₹93,360 થયો છે.
આજે ચાંદીનો ભાવ શું છે?
આજે ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹161 અને પ્રતિ કિલોગ્રામ ₹161,000 છે, જે ગઈકાલની સરખામણીમાં અનુક્રમે ₹40 અને ₹4000નો ઘટાડો દર્શાવે છે. ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો અને ડોલર સામે રૂપિયાની ગતિવિધિ પર પણ આધાર રાખે છે. જો ડોલર સામે રૂપિયો ઘટે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે, તો ચાંદી વધુ મોંઘી થશે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ(ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,24,530 | 1,14,150 |
| ચેન્નાઇ | 1,25,020 | 1,14,600 |
| સુરત | 1,24,530 | 1,14,150 |
| મુંબઇ | 1,24,480 | 1,14,100 |
| દિલ્હી | 1,24,630 | 1,14,250 |
| કોલકાતા | 1,24,480 | 1,14,100 |
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.