જો તમે પણ ગોલ્ડ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમે તેના સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છો તમારા માટે આ સમાચાર રાહત ભર્યા ગણાશે. હા, ગયા એક અઠવાડિયાથી ગોલ્ડની કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

મલ્ટી કમોડિટી એક્સચેંન્જ એટલે કે એમસીએક્સ (Gold Rate Fall On MCX) પર ગોલ્ડ સસ્તું થયું છે. ઘરેલું માર્કેટમાં પણ ગોલ્ડ લગભગ 5000 રૂપિયે પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું મળી રહ્યું છે.

MCX આટલું સસ્તું થયું ગોલ્ડ

મલ્ટી કમોડિટી એક્સચેંજ પર આખા અઠવાડિયાની ગોલ્ડની કિંમત વિશે જોઈએ તો, ગયા અઠવાડિયે છેલ્લા કારોબાર દિવસે શુક્રવારે 20 જૂને 5 ઓગસ્ટની એક્સપાયરીવાળી 24 કેરેટ ગોલ્ડની કિંમત 99,109 રૂપિયે પ્રતિ 10 ગ્રામ હતી અને તે અઠવાડિયે આપણા લાઈફ ટાઈમ હાઈ લેવલે 1,01,078 રૂપિયે પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું. તેમજ ગયા શુક્રવારે 27 જૂને તે ઘટીને થઈને 95,524 રૂપિયે પ્રતિ 10 ગ્રામ લેવેલ પર આવી ગયું હતું.

આ હિસાબથી કેલ્ક્યુલેશન કરીએ તો, એમસીએક્સ પર અઠવાડિયામાં 10 ગ્રામ ગોલ્ડની કિંમતમાં 3,585 રૂપિયા ભાવનો ઘટાડો થયો હતો. તેમજ આપણા હાઈથી આ પીળા ધાતુની કિંમત 5554 રૂપિયે પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તી થઈ હતી. ફક્ત ગયા અઠવાડિયે છેલ્લા કારોબારીના દિવસે તેમાં 1563 રૂપિયાનો ઘટાડો થયો હતો.

ઘરેલું બજારમાં ગોલ્ડની કિંમત

ઘરેલુ માર્કેટમાં ગોલ્ડની કિંમતના બદલાવ વિશે વાત કરીએ તો, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએસન ની વેબસાઈટ IBJA.Com મતે, દેશભરમાં ગોલ્ડની કિંમત એક અઠવાડિયામાં ઓછી થઈ છે. વેબસાઈટ પર અપડેટ આંકડાઓને જોઈએ તો, 27 જૂને સાંજે 10 ગ્રામ 999 ખરા સોનાવાળાનો ભાવ 95,780 રૂપિયે થયો હતો. 20 જૂનને 98,691 રૂપિયે પ્રતિ 10 ગ્રામ થયો હતો. એટલે કે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના ભાવ અઠવાડિયામં 2,911 રૂપિયા ઘટ્યો હતો.

Gold Rate પર ધ્યાન કરીએ તો   

ક્વોલિટી ભાવ (પ્રતિ 10 ગ્રામ)
24 કેરેટ ગોલ્ડ95,780 રૂપિયે/ 10 ગ્રામ
22 કેરેટ ગોલ્ડ93,490 રૂપિયે/ 10 ગ્રામ
20 કેરેટ ગોલ્ડ 85,250 રૂપિયે/ 10 ગ્રામ
18 કેરેટ ગોલ્ડ 77,590 રૂપિયે/ 10 ગ્રામ
14 કેરેટ ગોલ્ડ61,780 રૂપિયે/ 10 ગ્રામ

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સના વેબસાઈટ પર અપડેટ થતા ગોલ્ટ રેટ દેશભરમાં સરખા હોય છે, પરંતુ સર્રાફાની દુકાનથી ગોલ્ડ જ્વેલરી ખરીદવા પર તેના પર 3 ફીસદી GST અને મેકિંગ ચાર્જ અલગ આપવો પડશે, અને મેકિંગ ચાર્જ દરેક શહેરમાં અલગ-અલગ હોય છે.

જ્વેલરીમાં 22 કેરેટ ગોલ્ડનો વપરાશ

આમ તો ઘરેણા બનાવા વધારે 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઘણા લોકો, 18 કરેટ ગોલ્ડની જ્વેલરી બનાવે છે. જો તમે પોતાના ઘરેણાની શુદ્ધતાને ચેક કરનવા માગો છે તો તેના હોલમાર્કથી સરળતાથી ચેક કરી શકો છો. જે ઘરેણા પર હોય જ છે. 24 કેરેટ ગોલ્ડના ઘરેણાઓ પર 999 લખ્યું હોય છે જ્યારે 23 કેરેટના ઘરેણાઓ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 હોય છે.

પોતાના શહેરમાં ગોલ્ડની કિંમત કેવી રીતે જાણવી

દેશમાં ગોલ્ડ અને ચાંદીની કિંમતો દર કારોબારીના દિવસે બદલાતી રહે છે અને એવામાં પોતાના શહેરના લેટેસ્ટ ગોલ્ડ રેટ જાણવા માટે તમારે ફક્ત એક મિસ કોલ કરવાનો રહેશે તેનાથી તમે કિંત ચેક કરી શકો છો. તેના માટે તમારે 8955664433 આ નંબર પર કોલ કરવાનો રહેશ. મિસ કોલના થોડા સમય પછી તમારી પાસે SMS આવશે અને SMSમાં ગોલ્ડ રેટ ખબર પડી જશે. તેમજ ibjarates.com આ વેબસાઈટ પરથી પણ તમે ચેક કરી શકો છો.