તહેવારોની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ સોનાના ભાવમાં વધારો થાય છે. ક્યારેક ભાવ વધે તો ક્યારેક ઘટે છે. પરંતુ સોનાના ભાવ તો અત્યારે વધી જ રહ્યા છે. ત્યારે 17 ઓક્ટોબરે સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. દિવાળી અને ધનતેરસ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારોમાં દબાણ અને રોકાણકારોએ સારુ રોકાણ કરતા અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારતમાં શુદ્ધતાને હિસાબે સોનાના ભાવમાં અલગ અલગ રેટ જોવા મળે છે.
આજે સોનાનો ભાવ
આજે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,32,770 પર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું ₹1,21,700 પર ટ્રેડ થઈ રહ્યું છે. ગયા વર્ષે તે જ સમયે આ દરો લગભગ ₹80,610 હતા, જેના પરિણામે વાર્ષિક ધોરણે આશરે 68% નો વધારો થયો હતો.
ચાંદીનો શું છે ભાવ
શુક્રવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.17 ઓક્ટોબરે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,85,000 પર પહોંચી ગયા હતા. આ આજે બજારમાં ₹4,000 નો ઘટાડો દર્શાવે છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,32,282 | ₹121,175 |
| વડોદરા | ₹1,32,282 | ₹121,175 |
| ચેન્નાઇ | ₹133,090 | ₹122,000 |
| મુંબઇ | ₹132,770 | ₹121,700 |
| દિલ્હી | ₹132,920 | ₹121,850 |
| કોલકાતા | ₹132,770 | ₹121,700 |
| બેંગ્લોર | ₹132,770 | ₹121,700 |
સોના અને ચાંદી રોકાણકારોની પ્રથમ પસંદગી
નિષ્ણાતો માને છે કે આર્થિક અને ભૂ-રાજકીય અસ્થિરતા વચ્ચે સોનું અને ચાંદી આ દિવસોમાં રોકાણકારોની પ્રથમ પસંદગી છે. આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 55%નો વધારો થયો છે, જે પાછલા વર્ષોની સરખામણીમાં મજબૂત પ્રદર્શન માનવામાં આવે છે. છેલ્લા 20 વર્ષો પર નજર કરીએ તો, 2005 માં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹7,638 ની આસપાસ હતા, જે હવે ₹1,00,000 થી વધુ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન સોનાએ 16 વર્ષમાં સકારાત્મક વળતર આપ્યું છે, જે તેને એક વિશ્વસનીય રોકાણ વિકલ્પ બનાવે છે.
સોનાના ભાવમાં વધારો કેમ ?
સોનામાં આ વધારો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ તેમજ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓને કારણે થયો. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ અને આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ફરીથી ઘટાડો કરવાની શક્યતા વચ્ચે સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તહેવાર ટાણે સોનાની માગ વધી
ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.