મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. . વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઇ તથા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાને પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ ત્યારબાદ જીએસટી દરોમાં ફેરફારને કારણે સોનાના ભાવ ઘટ્યા હતા. જો કે તે બાદ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. સોનાની મજબૂત માંગ અને વૈશ્વિક અર્થતંત્ર પર યુએસ નીતિઓની અસર પણ ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ દેશભરમાં આજે શું છે સોના ચાંદીનો ભાવ 

સોનાની આજે શું છે કિંમત ? 


મંગળવારે 24 કેરેટ સોનું 1300 રૂપિયાના ઉછાળા સાથે 1,10,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને નબળા યુએસ રોજગાર આંકડા વચ્ચે સોનામાં વધુ ચમક જોવા મળી છે. બજાર નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક બજારની પરિસ્થિતિ જે રીતે વિકસિત થઈ છે, તેનાથી રોકાણકારો સતત સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળા યુએસ રોજગાર આંકડા અને યુએસ ફેડ તરફથી દર ઘટાડાની અપેક્ષાઓ વચ્ચે સોનું $3655.83 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે, તેમાં 0.54 ટકાનો વધારો નોંધાયો છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ 1,10,340 રૂ. 1,01,150
દિલ્હી રૂ.1,10,44 રૂ. 1,01,250
મુંબઈ રૂ. 1,10,290 રૂ. 1,01,100 
ચેન્નાઈ રૂ. 1,10,290 રૂ. 1,01,100
બેંગલુરુ રૂ.1,10,290 રૂ. 1,01,100
હૈદરાબાદ રૂ1,10,290 
રૂ.1,01,100


22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.