આ સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહના છેલ્લે દિવસે આજે રવિવાર, 8 ફેબ્રુઆરીએ ઘરેલુ સરાફા બજારમાં સોના-ચાંદીના દરોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. જોકે, ગઈકાલે શનિવારે ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. આજે સાપ્તાહિક રજા હોવાના કારણે ઘરેલુ વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ બંધ છે.
ભારતમાં સોનાનો ભાવ શું?
આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,355 રૂપિયા છે. તે ઉપરાંત 18 કેરેટ સોનાનો ભાવ (જેને 999 સોનાં તરીકે પણ ઓળખવામાં આવે છે) પ્રતિ ગ્રામ 11,745 રૂપિયા છે.
24 કેરેટ સોનાનો ભાવ (24K Gold Rates)
ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે, જ્યારે પ્રતિ 10 ગ્રામ માટે તેનો ભાવ 1,56,600 રૂપિયા છે.
MCX પર સોનાનો ભાવ (MCX Gold Rates)
ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે શોર્ટ કવરિંગ અને નવી હેજિંગ ડિમાન્ડના કારણે MCX ગોલ્ડ એપ્રિલ વાયદો 2%થી વધુ વધીને 1,55,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. જ્યારે MCX સિલ્વર માર્ચ વાયદો લગભગ 3% વધીને 2,50,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,56,650 | 1,43,600
|
| રાજકોટ | 1,56,650 | 1,43,600 |
| વડોદરા | 1,56,650 | 1,43,600 |
| સુરત | 1,56,650 | 1,43,600 |
| દિલ્હી | 1,56,750
| 1,43,700
|
| મુંબઈ | 1,56,600 | 1,43,550 |
ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ
જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો- બોક્સ ઓફિસ પર બોર્ડર 2ની સુનામી! 16મા દિવસે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી, બે સુપરહિટ ફિલ્મોને આપી પછડાટ!