સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર થયા છે. સતત ઘણા દિવસો સુધી ઘટાડા બાદ ભાવમાં ફરી વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ અનુસાર, શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં, 24 કેરેટ સોનાનો ભાવ વધીને 99358 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો જ્યારે ચાંદીનો ભાવ વધીને 113931 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. શનિવાર અને રવિવાર બજાર બંધ રહે છે આ ભાવ આ બંને દિવસે યથાવત રહેશે. વધુ જાણો 24, 23, 22, 18 અને 14 કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે.

સોના અને ચાંદીના ભાવ


24 કેરેટ સોનું99358 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનું98960  રૂપિયા પ્રતિ 10 ગ્રામ
18 કેરેટ સોનું74519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
14 કેરેટ સોનું58124

જાણો તમારા શહેરમાં શું છે કિંમત


શહેર 24 કેરેટ સોનાનો ભાવ22 કેરેટ સોનાનો ભાવ
અમદાવાદ 1,00,520 94,140
દિલ્હી 1,00,670 92,290
ચેન્નાઈ 1,00,520 92,140
કોલકાતા

 1,00,520 92,140

આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 23,196 મોંઘુ થયું છે. આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 23,196 રૂપિયા વધીને 99,358 રૂપિયા થયો છે. તે જ સમયે, ચાંદીનો ભાવ પણ 27,889 રૂપિયા વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 1,13,906 રૂપિયા થયો છે. ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું.

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.