સોના-ચાંદીના ભાવમાં હાલમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના મોટા સરાફા બજારોમાં સોના અને ચાંદીના ભાવ 3 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે.
24 કેરેટ સોનું 1.63 લાખને પાર પહોંચ્યું
દિલ્હીના હાજર બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું શુક્રવારે ₹1200ના વધારા સાથે 10 ગ્રામ દીઠ 1,63,500ના સ્તરે પહોંચી ગયું હતું. અગાઉના કારોબારી સત્રમાં તેનો ભાવ 10 ગ્રામ દીઠ 1,62,300 હતો. સરાફા વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લે 19 મેના રોજ સોનું આ સ્તરની આસપાસ જોવા મળ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ તેજી
ચાંદીના ભાવમાં પણ આ દરમિયાન જોરદાર તેજી જોવા મળી હતી. તેની કિંમત 5,000 વધીને 2,50,000 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. આ ચાંદીનું 15 અઠવાડિયાનું સૌથી ઊંચું સ્તર છે. ગુરુવારે ચાંદી 10,000ના વધારા સાથે 2,45,000 પ્રતિ કિલોગ્રામના ભાવે બંધ થઈ હતી. આ રીતે માત્ર 2 સત્રમાં ચાંદીના ભાવમાં 15,000નો વધારો થયો છે. છેલ્લે 4 મેના રોજ ચાંદીનો ભાવ આ સ્તરની આસપાસ જોવા મળ્યો હતો, જ્યારે તેની કિંમત 2,49,500 પ્રતિ કિલોગ્રામ હતી.
સોના-ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સમાં આવેલા મોટા ઘટાડાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના જોખમને કારણે રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.
દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,63,240 | 1,49,650 |
| મુંબઈ | 1,63,090
| 1,49,500
|
| કોલકાતા | 1,63,090
| 1,49,500 |
| ચેન્નઈ | 1,63,090 | 1,49,500 |
| અમદાવાદ | 1,63,140
| 1,49,550
|
| રાજકોટ | 1,63,140 | 1,49,550 |
લેમન માર્કેટ્સ ડેસ્કના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું, શુક્રવારે સોનાના ભાવમાં તેજી ચાલુ રહી અને સતત ત્રીજા અઠવાડિયે પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નબળા અમેરિકન ડોલર અને લાંબા ગાળાના અમેરિકન બોન્ડના વળતરમાં ઘટાડાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સોનાના હાજર ભાવમાં તેજી ચાલુ રહી હતી અને તે $81.58 એટલે કે 2% વધીને $4,600.91 પ્રતિ ઔંસ થઈ ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ લગભગ 3% વધીને $69.87 પ્રતિ ઔંસ થઈ ગયો હતો.
સોનાનો ભાવ 18 મે પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો
HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું, સોનાનો હાજર ભાવ વધીને લગભગ $4,600 પ્રતિ ઔંસ થઈ ગયો છે, જે 18 મે પછીનું સૌથી ઊંચું સ્તર છે. સતત ત્રીજા અઠવાડિયે પણ તેમાં તેજી જળવાઈ રહી છે. તેમણે કહ્યું કે રોકાણની મજબૂત માગ અને કરન્સી તથા બોન્ડ માર્કેટમાં વધેલી અસ્થિરતાએ આ કિંમતી ધાતુને સતત ટેકો આપ્યો છે.
સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો-Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું કે સસ્તું? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ