પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે આ અઠવાડિયાના પહેલા દિવસે ઘરેલુ સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે (9 માર્ચ) બંને ભાવ નીચા ખુલ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે, ઘરેલુ બજારમાં સોનાના વાયદાનો ભાવ ₹1,60,300 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદી ₹2,65,100 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.
સોનાના ભાવમાં નરમાઈ
સોનાના વાયદા ઘટાડા સાથે ખુલ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ 983 રૂપિયા ઘટીને 1,60,651 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 1,61,634 રૂપિયા હતો.
આ લખાય છે ત્યારે આ કોન્ટ્રેક્ટ 1,334 રૂપિયા ઘટીને 1,60,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે 1,60,672 રૂપિયાની ઊંચી સપાટી અને 1,59,826 રૂપિયાની નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. સોનાનો વાયદો આ વર્ષે 1,80,779 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો.
ચાંદીની ચમક ઓછી થઈ ગઈ
ચાંદીના વાયદા સુસ્તીથી શરૂ થયા. MCX પર ચાંદીનો મે મહિનાનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ રૂ. 788 ઘટીને રૂ.267497 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ રૂ.268285 હતો. આ સમાચાર લખતી વખતે, કોન્ટ્રેક્ટ રૂ. 3185 ઘટીને રૂ. 265100 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, તે રૂ.267498ની ઊંચી સપાટી અને રૂ.264475ની નીચી સપાટીને સ્પર્શ્યો. ચાંદીનો વાયદો આ વર્ષના ઉચ્ચતમ સ્તર રૂ.420048 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,61,730 | 1,48,250 |
| વડોદરા | 1,61,730 | 1,48,250 |
| રાજકોટ | 1,61,730 | 1,48,250 |
| સુરત | 1,61,730 | 1,48,250 |
| મુંબઈ | 1,61,680 | 1,48,820 |
| દિલ્હી | 1,61,830 | 1,48,350 |