મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે ગુરુવારે સતત ચોથા સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન બેંગલુરુ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ સહિત અનેક મુખ્ય શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો. તેનાથી વિપરીત, ચાંદીના ભાવ મોટાભાગે સ્થિર રહ્યા.
આજે સોના ચાંદીના ભાવમાં ફેરફાર
મધ્ય પૂર્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ મજબૂત રહ્યા હોવા છતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
આજે સોનાનો ભાવ
આ અઠવાડિયે ભારતમાં 24 કેરેટ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ગુરુવાર 5 ફેબ્રુઆરીના રોજ, ભારતમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ ગ્રામ ₹98 ઘટીને ₹16,353 પ્રતિ ગ્રામ થયા. આ દરમિયાન 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹980 ઘટીને ₹163,530 થયો છે અને પ્રતિ 100 ગ્રામનો ભાવ ₹9,800 ઘટીને ₹1635,300 થયો છે.
22 અને 18 કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
ગુરુવારે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. તેમાં પ્રતિ ગ્રામ ₹90, પ્રતિ 10 ગ્રામ ₹900 અને પ્રતિ 100 ગ્રામ ₹9,000 નો ઘટાડો થયો છે. તેવી જ રીતે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹73 ઘટીને ₹12,263 થયો છે. તેમાં પ્રતિ 10 ગ્રામ ₹730 અને પ્રતિ 100 ગ્રામ ₹7,300 નો ઘટાડો થયો છે.
આજે ચાંદીનો ભાવ
આજે, ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹285 અને પ્રતિ કિલોગ્રામ ₹285,000 છે. ગઈકાલની સરખામણીમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, વડોદરા અને અમદાવાદમાં, પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹2850 , 100 ગ્રામનો ભાવ ₹28500 અને 1 કિલોનો ભાવ ₹285000 છે. ચેન્નાઈમાં પ્રતિ 10 ગ્રામનો ભાવ આ શહેરો કરતાં ₹1000 વધુ છે એટલે કે જે ₹2950 છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,63,580 | 1,49,950 |
| વડોદરા | 1,63,580 | 1,49,950 |
| રાજકોટ | 1,63,580 | 1,49,950 |
| સુરત | 1,63,580 | 1,49,950 |
| મુંબઈ | 1,63,530 | 1,49,900 |
દિલ્હી
| 1,63,680
| 1,50,050 |
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.