નવુ વર્ષ આવ્યાની પહેલા જ ગોલ્ડ માર્કેટમાં તેજી વધી રહી છે. સોનાની સાથે ચાંદી પણ તેની ઐતિહાસિક કિંમતે પહોંચી રહી છે. ત્યારે 12 ડિસેમ્બરે ફરી એકવાર સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.


આજે સોનાનો ભાવ

મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરી 2026ની એક્સપાયરી વાળો ગોલ્ડ ફ્યૂચર વાયદા શુક્રવારે 132442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એમસીએક્સ પર સોનું 132469 રૂપિયા ટ્રેડ કરીને બંધ થયો હતો.

12 ડિસેમ્બરની સવારે 10 વાગે 5 ફેબ્રુઆરીએ એક્સપાયર થનારું ગોલ્ડ 132390 રૂપિયા પરર ટ્રેડ કરી રહ્યું હતું જે ગત બંધ થયેલી કિંમત કરતા 75 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. એમસીએક્સ પર શરૂઆતી કારોબારમાં ગોલ્ડ 132776 રૂપિયાની હાઇ લેવલ પર પહોંચ્યો હતો.

આજે ચાંદીનો ભાવ

સોનાની કિંમતની જેમ ચાંદી પણ આજે હાઇ લેવલ પર પહોંચી છે. આજે ચાંદીનો ભાવ 2,01,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. સ્થાનિક ઉદ્યોગોમાં વધતી માગ અને આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં ઘટાડાને કારણે ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે.

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,32,710 1,21,650
ચેન્નાઇ1,33,640 1,22,500
સુરત 
1,30,250 1,19,400
મુંબઇ 1,32,660 
1,21,600
દિલ્હી 1,32,810 1,21,750
મુંબઇ 1,32,660 1,21,600
વડોદરા  1,32,710  1,21,650

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ.

શું હવે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે?

જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. ખાસ કરીને બજારની અનિશ્ચિતતાના સમયમાં, તે લાંબા ગાળાના રોકાણનો સારો વિકલ્પ માનવામાં આવે છે. જો કે, ખરીદી કરતા પહેલા નવીનતમ દરો તપાસવા મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો-Shani Dev Powerful Yog: 2 દિવસ બાદ આ રાશિનું ચમકશે નસીબ, 30 વર્ષે શનિ બનાવશે શક્તિશાળી યોગ


  • Follow us on: