તહેવારની સિઝનમાં સોનાની માગ વધે છે.વળી લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું પ્રથમ પસંદગી છે. ત્યારે નવરાત્રિમાં સોનાના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. ત્યારે આવો જાણીએ નવરાત્રિના ત્રીજા નોરતે સોના અને ચાંદીના ભાવમાં આજે શું છે ફેરફાર
આજે સોનાનો ભાવ
ગયા અઠવાડિયે યુએસ સેન્ટ્રલ બેંક, યુએસ ફેડરલ રિઝર્વની બેઠક બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.15 સપ્ટેમ્બરના રોજ સોનું 1,10,000 રૂપિયાને પાર કરી ગયું. જોકે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંભવિત ઘટાડાએ સોનાની ચમકમાં વધુ વધારો કર્યો. યુએસ ફેડના નિર્ણય બાદ બજાર નિષ્ણાતો સોનાના ભાવિ ભાવ અંગે ખૂબ જ સકારાત્મક છે. ત્યારે હવે ફરી એકવાર સોનું રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. ઈન્ડિયન બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે સોનું 10 ગ્રામ દીઠ 1,14,360 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે જે મંગળવારે એક દિવસ પહેલા 1,14,370 રૂપિયા હતું.
આજે ચાંદીનો ભાવ
આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1,40,100 છે.
સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?
સોનાના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારનો ટ્રેન્ડ છે. યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે અપેક્ષાઓ જાગી છે કે આ વર્ષના અંત સુધીમાં બે વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. નીચા વ્યાજ દરો ડોલર અને બોન્ડ પર દબાણ વધારે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદી તરફ વળે છે. આ જ કારણ છે કે વૈશ્વિક બજારોમાં વધારો સ્થાનિક બજારમાં સીધો પ્રતિબિંબિત થાય છે.
બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.
મેટ્રો શહેરોમાં સોના ચાંદીના ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,15,420 | રૂ. 1,05,800 |
| દિલ્હી | રૂ.1,15,520 | રૂ. 1,05,900 |
| મુંબઈ | રૂ. 1,15,370 | રૂ.1,05,750 |
| ચેન્નાઈ | રૂ. 1,15,640 | રૂ. 1,06,000 |
| બેંગલુરુ | રૂ. 1,15,370 | રૂ. 1,05,750 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
