વૈશ્વિક અનિશ્ચિતતાઓ, સલામત રોકાણોની વધતી માંગ અને ઔદ્યોગિક ઉપયોગમાં વધારાને કારણે, ચાંદીએ આ વર્ષે વળતરની દ્રષ્ટિએ માત્ર સોના જ નહીં પરંતુ શેરબજાર કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ થતી રહી છે. સોના કરતા પણ ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આવો જાણીએ 25 ડિસેમ્બરે સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.
આજે સોનાનો ભાવ
આજે 25 ડિસેમ્બરે સોનાના ભાવની જો વાત કરીએ તો, ગુડ રિટર્ન્સ અનુસાર સોનાના ભાવમાં વધારો થયો છે. પ્રતિ 10 ગ્રામ 139300 પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 12770 પર ટ્રેડ કરી રહ્યો છે. મહત્વનું છે કે બુધવારે સવારે સોનાનો ભાવ ₹1,38,269 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ₹384 વધીને હતો. ટ્રેડિંગ સત્ર દરમિયાન, સોનું ₹584 વધીને ₹1,38,469 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ચાંદીની કિંમતમાં ઉછાળો
આજે ચાંદીના ભાવની વાત કરીએ તો, ગુડ રિટર્ન અનુસાર એક કિલો ચાંદીના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થયો છે. ચાંદી આજે 234000 પર ટ્રેડ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 10 હજાર રૂપિયા વધ્યો હતો. આ ભાવ વધારો ચોંકાવનારો હતો કારણ કે વર્ષની શરૂઆતમાં તે ₹90,500 પ્રતિ કિલો હતી. આનો અર્થ એ થયો કે એક વર્ષમાં ચાંદી લગભગ ₹1,43,000 મોંઘી થઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે આ વધારો ફક્ત અટકળોને કારણે નથી, પરંતુ મજબૂત મૂળભૂત કારણોને કારણે છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
શહેર
| 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,39,300 | ₹127,700 |
| બેંગ્લોર | ₹139,250 | ₹127,650 |
| ચેન્નાઇ | ₹139,860 | ₹128,200 |
| મુંબઇ | ₹139,250 | ₹127,650 |
| દિલ્હી | ₹138,400 | ₹127,800 |
| કોલકાતા | ₹139,250 | ₹127,650 |
| વડોદરા | ₹1,39,300 | ₹127,700 |
કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવ ?
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ, સરકારી બોન્ડ અને ચલણો પર વૈકલ્પિક રોકાણો તરફ વલણ, સતત પાંચમા વર્ષે વૈશ્વિક પુરવઠાની અછત અને ઇલેક્ટ્રિક વાહનો, સૌર ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિ જેવા ઉભરતા ઉદ્યોગો તરફથી વધતી ઔદ્યોગિક માંગ, આ બધાએ ચાંદીના ભાવને મજબૂત બનાવ્યા છે. વધુમાં, ETF માં રોકાણ, ભૌતિક ચાંદીની ખરીદી અને સોના-ચાંદીના ગુણોત્તરમાં ઘટાડો એ પણ સૂચવે છે કે રોકાણકારો હવે ચાંદીને એક આશાસ્પદ તક તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- Shani Dev 2026: શનિદેવ કરશે 4 રાશિનો બેડોપાર, રચાશે મહાસંયોગ