સોના-ચાંદીના ભાવમાં વીતેલા સપ્તાહે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સપ્તાહની શરૂઆતમાં જ્યાં બંને કિંમતી ધાતુઓના ભાવ ધડાધડ તૂટ્યા હતા, તો વીકએન્ડમાં તે તોફાની તેજી સાથે ઉછળતા જોવા મળ્યા હતા. જો કે, એકંદરે પાંચ ટ્રેડિંગ દિવસોમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ગોલ્ડ-સિલ્વર ઘટાડા સાથે બંધ રહ્યા એટલે કે સસ્તા થયા. ખાસ કરીને વાયદા બજારમાં ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા બાદ હવે 1 Kg ચાંદી તેના લાઈફ ટાઈમ હાઈ સ્તરથી 2.10 લાખ રૂપિયા કરતાં પણ વધુ સસ્તી થઈ ગઈ છે.


ચાંદી તેના હાઈ સ્તરથી આટલી સસ્તી થઈ

MCX પર 3 જુલાઈની એક્સપાયરી વાળી ચાંદીના વાયદા ભાવમાં વીતેલા સપ્તાહના અંતિમ બે ટ્રેડિંગ દિવસોમાં તેજી જોવા મળી હતી, પરંતુ તેમ છતાં તે ઘટાડા તરફ રહી હતી. 5 જૂનના રોજ MCX Silver Rate 2,48,537 રૂપિયા પર બંધ થયો હતો અને વીતેલા શુક્રવારે તે 2,46,604 રૂપિયા પર બંધ રહ્યો. આ હિસાબે ચાંદી 1,933 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે.

10 દિવસમાં 20,000 રૂપિયા સસ્તી થઈ સિલ્વર

જૂન મહિનામાં અત્યાર સુધી એક-બે દિવસની તેજીને બાદ કરીએ તો ચાંદીના ભાવ તૂટ્યા જ છે. વીતેલા મે મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે આ કિંમતી ધાતુ 2,66,998 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી અને વર્તમાન ભાવ સાથે સરખામણી કરીએ તો ચાંદી માત્ર 10 ટ્રેડિંગ દિવસોમાં જ 20,394 રૂપિયા પ્રતિ કિલો સુધી સસ્તી થઈ ચૂકી છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,49,2301,36,800
મુંબઈ1,49,0801,36,650
કોલકાતા1,49,050
1,36,650
ચેન્નઈ1,51,200
1,38,600
અમદાવાદ1,49,1301,36,700
રાજકોટ1,49,1301,36,700

આ ઘટાડાના કારણે હવે ચાંદીનો ભાવ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલથી ઘણો નીચે આવી ગયો છે. MCX પર ચાંદીના ભાવે જાન્યુઆરી મહિનામાં પહેલીવાર 4 લાખ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો અને આ એક્સપાયરી વાળો સિલ્વર પ્રાઇસ 4,57,328 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે, આ સ્તરને સ્પર્શ્યા બાદ ચાંદી સતત ક્રેશ થઈ છે અને હાલમાં ત્યાંથી 2,10,724... રૂપિયા પ્રતિ કિલો ઓછી કિંમતે મળી રહી છે.

સોનું 5 દિવસમાં આટલું તૂટ્યું

ભલે વીતેલા સપ્તાહના પાંચ ટ્રેડિંગ દિવસોમાં ચાંદીની કિંમતમાં કોઈ બહુ મોટો ઘટાડો જોવા ન મળ્યો હોય, પરંતુ સોનું મોટા પાયે તૂટ્યું છે. 5 જૂનના રોજ 5 ઓગસ્ટની એક્સપાયરી વાળા 10 Gram 24 Karat Gold નો વાયદા ભાવ 1,55,594 રૂપિયા હતો, જે વીતેલા શુક્રવારે ઘટીને 1,50,675... રૂપિયા પર બંધ થયો. એટલે કે સોનું 4,919... રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું.

MCX પર સોનાની ચમક ફીકી

આ તાજા ઘટાડા બાદ હવે MCX પર સોનાની કિંમત તેના જાન્યુઆરીના લાઈફ ટાઈમ હાઈ લેવલ 2,04,375... રૂપિયા પ્રતિ 10 ગ્રામની સરખામણીમાં 53,700... સુધી ઘટી ચૂકી છે. જ્યારે જૂન મહિનામાં જ અત્યાર સુધીમાં તે 10 દિવસમાં 10 હજાર રૂપિયાથી વધુ ગગડી ગયું છે. વાસ્તવમાં 29 મેના રોજ MCX Gold Rate 1,60,911 પર બંધ થયો હતો અને 12 જૂનના રોજ તે 1,50,675... રૂપિયા રહી ગયો, આમ આ કિંમતી પીળી ધાતુનો ભાવ 10,236... રૂપિયા ઓછો થઈ ગયો છે.

ઘરેલું માર્કેટમાં સોનું-ચાંદી

MCX બાદ જો ઘરેલું માર્કેટમાં (સ્થાનિક બજારમાં) સોના-ચાંદીના ભાવમાં આવેલા બદલાવની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ IBJA.Com અનુસાર, 5 જૂનના રોજ અહીં 24 કેરેટ સોનું 1,54,238... રૂપિયામાં મળી રહ્યું હતું, જે વીતેલા શુક્રવારે 1,47,800... રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. એટલે કે સ્થાનિક બજારમાં સપ્તાહભરમાં સોનું 6,438... રૂપિયા સસ્તું થઈ ગયું. બીજી તરફ ચાંદીનો ભાવ જોઈએ તો, તે 5 જૂનના રોજ 2,56,908... રૂપિયા પ્રતિ કિલો હતી અને હવે 14,513... રૂપિયા સસ્તી થઈને 2,42,295... રૂપિયા પર આવી ગઈ છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Viral Love Story : લગ્ન માટે યુવતીએ પસંદ કર્યો ઓટો ડ્રાઇવર, કારણ જાણીને તમે પણ કહેશો 'વાહ!'

  • Follow us on: