ભારતીય સર્રાફા બજારમાં આજે સોનાના ભાવમાં હળવો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે એટલે કે ૩ જૂનના રોજ સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ, આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર વાયદા વેપારમાં નજીવો સુધારો ચોક્કસ નોંધાયો છે, પરંતુ રિટેલ માર્કેટમાં કિંમતો હજી પણ તેના સર્વોચ્ચ સ્તર (High Level) થી ઘણી નીચે ચાલી રહી છે.


આજે સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ શુદ્ધ સોનું: આજે બજારમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ અંદાજે  1,56,360 રૂપિયાથી 1,59,380  રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે.

22 કેરેટ દાગીનાનું સોનું: ઘરેણાં બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાની કિંમત આજે પ્રતિ 10 ગ્રામ 1,43,100  રૂપિયાથી 1,46 340  રૂપિયા ના સ્તર પર સ્થિર જોવા મળી છે.

સોનાના ભાવ આચનક કેમ તૂટ્યા? 

વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે ભૌગોલિક-રાજકીય (Geo-political) પરિસ્થિતિ વણસી છે. બજારના નિષ્ણાતોના મતે સોનામાં ઘટાડા પાછળનું ગણિત નીચે મુજબ છે:

આંતરરાષ્ટ્રીય સમીકરણોની અસર

જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) મોંઘું થશે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ડર રહેશે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકન સેન્ટ્રલ બેંક 'ફેડરલ રિઝર્વ' વ્યાજદરો ઊંચા રાખી શકે છે. વ્યાજદર ઊંચા હોવાને કારણે રોકાણકારો સોનાને બદલે બેંક બોન્ડ્સ કે સરકારી યોજનાઓમાં નાણાં રોકવાનું વધુ પસંદ કરે છે, કારણ કે સોના પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી. આ જ કારણે સોનાની માંગ ઘટતાં કિંમતો નીચે આવી છે.


શહેર 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) 22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
નોઇડા 1,56,360 રૂપિયા 1,43,340 રૂપિયા
મુંબઈ 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયા 
કોલકાતા 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયા
ચેન્નઈ 1,61,240 રૂપિયા 1,47,800 રૂપિયા 
બેંગલુરુ 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયા
અમદાવાદ 1,59,430 રૂપિયા 1,46,150 રૂપિયા

ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર

ગઈકાલે 3 જૂનના રોજ દેશભરના સર્રાફા બજારોમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3000  થી 4500  રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે સવારે વાયદા બજાર (MCX) માં જુલાઈ ફ્યુચર્સમાં થોડી રિકવરી સાથે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,64,060  રૂપિયાથી 2,76,598  રૂપિયા ની રેન્જમાં ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.


શહેરચાંદીનો ભાવ (પ્રતિ કિલો)
નોઈડા અને ગાઝિયાબાદ 279900 રૂપિયા
દિલ્હી296900 રૂપિયા
મુંબઈ 295900  રૂપિયા 
ચેન્નઈ અને હૈદરાબાદ 3,02,900  થી 3,05,900 રૂપિયા
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?


  • Follow us on: