આજકાલ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ભારતીય પરિવારોમાં લગ્ન માટે પુષ્કળ પ્રમાણમાં સોનું ખરીદવાની પરંપરા છે. સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જે સામાન્ય માણસના બજેટને ખોરવી રહ્યા છે. ત્યારે ચાંદીનો ભાવ પણ કંઇ ઓછો નથી. ચાંદી રોજબરોજ નવા જ રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે 27 ડિસેમ્બરે સોના અને ચાંદી બંનેના ભાવમાં ફેરફાર આવ્યો છે.
આજે સોનાનો ભાવ
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 2025 ની શરૂઆતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹80,000 હતો. વર્ષના અંત સુધીમાં, આ આંકડો લગભગ બમણો થઈને ₹1.42 લાખ થયો હતો. આ જંગી વધારાથી ખરીદદારો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે 27 ડિસેમ્બરની જો વાત કરીએ તો ગુડ રિટર્ન અનુસાર સોનાનો ભાવ આજે 141270 પર પહોંચ્યો છે. આ 24 કેરેટનો ભાવ છે. સોનામાં 1200 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1100 રૂપિયા વધીને 22 કેરેટ સોનાનો ભાવ 129500 પર પહોંચ્યો છે.
આજે ચાંદીનો ભાવ
ચાંદીની વાત કરીએ તો, ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર આજે ચાંદીના ભાવમાં 11 હજારનો ભાવ વધારો થયો છે. એટલે આજે ચાંદી 2 લાખને 50 હજારને પાર પહોંચી ગયું છે. માર્ચ ડિલિવરી માટે કોમેક્સ ચાંદીના વાયદા સતત પાંચમા દિવસે વધીને $3.81 અથવા 5.31 ટકા વધીને $75.49 પ્રતિ ઔંસના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ચાંદી અગાઉ બુધવારે $71.68 પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. એકંદરે, વૈશ્વિક અનિશ્ચિતતા, સલામત આશ્રયસ્થાનો માટેની વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂતાઈને કારણે સોના અને ચાંદી બંને નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે.
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,41,270 | ₹129,500 |
| બેંગ્લોર | ₹141,220 | ₹129,450 |
ચેન્નાઇ
| ₹141,820 | ₹130,000 |
| મુંબઇ | ₹141,220 | ₹129,450 |
| દિલ્હી | ₹141,370 | ₹129,600 |
| કોલકાતા | ₹141,220 | ₹129,450 |
| વડોદરા | ₹1,41,270 | ₹129,500 |
કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવ ?
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ, સરકારી બોન્ડ અને ચલણો પર વૈકલ્પિક રોકાણો તરફ વલણ, સતત પાંચમા વર્ષે વૈશ્વિક પુરવઠાની અછત અને ઇલેક્ટ્રિક વાહનો, સૌર ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિ જેવા ઉભરતા ઉદ્યોગો તરફથી વધતી ઔદ્યોગિક માંગ, આ બધાએ ચાંદીના ભાવને મજબૂત બનાવ્યા છે. વધુમાં, ETF માં રોકાણ, ભૌતિક ચાંદીની ખરીદી અને સોના-ચાંદીના ગુણોત્તરમાં ઘટાડો એ પણ સૂચવે છે કે રોકાણકારો હવે ચાંદીને એક આશાસ્પદ તક તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ