આજે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવાના પોઝિટિવ સમાચારોથી ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થવાની આશાઓ છે. દુનિયા જ્યારે પણ શાંતિ તરફ આગળ વધે છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ (સોના) માંથી પૈસા નિકાળીને શેરબજારમાં લગાવે છે, જેનાથી માર્કેટમાં તેજી આવે છે અને ડિમાન્ડ ઓછી થવાના કારણે કિંમતી ધાતુઓના ભાવ ઘટે છે.

આજે કેટલી છે 24 અને 22 કેરેટની કિંમત?

  • આજે 24 કેરેટ સોનું ગઈકાલની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ 400-500 રૂપિયા સસ્તું થયું છે. આ સાથે જ કિંમત ઘટીને હવે 1,55,900-1,56,100 ના દાયરામાં આવી ગઈ છે.
  • 22 કેરેટ સોનાના ભાવમાં પણ આજે હળવો ઘટાડો આવ્યો છે. આ સાથે જ તે આજે 1,42,800-1,43,050 ની આસપાસ કારોબાર કરી રહ્યું છે.

ભાવ ઘટવાના અન્ય કારણો:

  • આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાલી- આ પણ આજે ભાવ ઘટવાનું એક અન્ય કારણ છે. COMEX પર સોનું 2400 ડોલરની નીચે સરકી ગયું છે. આની અસર ભારતીય બુલિયન માર્કેટ પર પણ જોવા મળી રહી છે.
  • ડોલરની મજબૂતી- અમેરિકી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવવાના કારણે રોકાણકારો સોનામાંથી પૈસા નિકાળીને ડોલરમાં લગાવી રહ્યા છે, જેનાથી સોનાની ડિમાન્ડમાં ઘટાડો થયો છે.
  • નફાખોરી (પ્રોફિટ બુકિંગ)- છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું હતું, જેના પછી હવે મોટા રોકાણકારો ઊંચા સ્તરે વેચાણ કરીને પોતાનો નફો મેળવી રહ્યા છે.
  • લગ્નની સીઝન પૂરી થવી- ભારતમાં લગ્નની સીઝન પણ હવે લગભગ પૂરી થવાના આરે છે. આનાથી ખરીદદારો વચ્ચે માંગ ઘટી છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,57,7901,44,650
મુંબઈ1,57,6401,44,500
કોલકાતા1,57,640
1,44,500
ચેન્નઈ1,59,2801,46,000
રાજકોટ1,57,690 1,44,550 
અમદાવાદ1,57,690 1,44,550 

ચાંદીનો ભાવ:

આજે ચાંદીના ભાવમાં પણ ગઈકાલની સરખામણીએ સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ચાંદી આજે પ્રતિ 10 ગ્રામ લગભગ 2850 થી 2900 રૂપિયા વચ્ચે વેચાઈ રહી છે. વળી, પ્રતિ કિલો આનો ભાવ આજે MCX પર લગભગ 2,85,000 થી 2,90,000 ની વચ્ચે બનેલો છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Southની એ ફિલ્મ જે આજે પણ માનવામાં આવે છે સૌથી મોટી હિટ, 1800 કરોડથી વધુનું કર્યું હતું કલેક્શન!