મંગળવાર 27 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 5 ફેબ્રુઆરી, 2026 ની સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,58,674 પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે સોનું રૂ. 1,56,037 બંધ થયું હતું.

આજે સોનાનો ભાવ

27 જાન્યુઆરીના રોજ સવારે 9.55 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનો MCX પર રૂ. 1,58,310 પર ટ્રેડ થઈ રહ્યો હતો જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 2300 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ. 1,59,820ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આજે ચાંદીનો ભાવ

5 માર્ચ,2026ની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી MCX પર રૂ.356661 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 21000 નો વધારો દર્શાવે છે. શરૂઆતના કારોબારમાં MCX સિલ્વર ₹ 3,59,800 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. ગુડ રિટર્ન્સ અનુસાર આજે ચાંદીનો ભાવ 370000 છે. 

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 
1,62,000 1,48,500
રાજકોટ 1,62,000 1,48,500
વડોદરા1,62,000 1,48,500
સુરત 
1,62,000 1,48,500
દિલ્હી 
1,62,100 
1,48,600
મુંબઈ 1,61,950 1,48,450 


ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ

જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.


Shani Gochar : આ 3 રાશિના લોકોનો વટ પડી જશે! શનિ દેવ વરસાવશે કૃપા