છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ 19 સપ્ટેમ્બરે સોનાની ચમક વધુ તેજ થઇ છે. રોજબરોજ સોનાના ભાવમાં ફેરફાર આવે છે. ક્યારેક સોનુ મોંઘુ તો ક્યારેક સસ્તુ થાય છે. જો કે સોનાના ભાવ એક લાખને તો પાર જ છે. ત્યારે આવો જાણીએ 19 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.


સોના-ચાંદીનો આજનો ભાવ 

એમસીએક્સ પર સોનાના ભાવમાં 421 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. પ્રતિ 10 ગ્રામ સોનું 1,09,473 રૂપિયા પહોંચ્યુ છે. આ સાથે જ એમસીએક્સ પર ચાંદી 1644 રૂપિયાનો વધારો આવ્યો છે. જેની સાથે 1 કિલો ચાંદીની કિંમત 1,28,755 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી તે હવે 1,30,284 પર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે, સોનાના ભાવ તેમના ટોચના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે આવો જાણીએ દેશના મેટ્રો શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ

મેટ્રો શહેરોમાં શું છે ભાવ ? 


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ.1,11,200 
રૂ. 1,01,950
દિલ્હી રૂ.1,11,480 રૂ. 1,02,220
મુંબઈ 
રૂ. 1,11,160 
રૂ. 1,02,205
ચેન્નાઈ રૂ. 1,11,160
 રૂ. 1,02,300
બેંગલુરુ
 રૂ. 1,11,160 
રૂ. 1,02,205

ડોલર અને ક્રૂડ ઓઇલની અસર

નિષ્ણાતો કહે છે કે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલની ગતિવિધિઓ સોનાના ભાવમાં થતી વધઘટ પર સીધી અસર કરે છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં તાજેતરના ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું છે. દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે સોનાની આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થયો છે, જેના કારણે MCX પર સોનાના ભાવમાં વધારો થયો છે

  • Follow us on: