છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બુધવાર 18 ફેબ્રુઆરીના રોજ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો થયો હતો. ડોલરમાં મજબૂતાઈ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતોની સીધી અસર બુલિયન બજાર પર પડી રહી છે.

આજે સોનાનો ભાવ

છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં 24 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) લગભગ ₹3,500 ઘટ્યું છે. ભારતમાં લગ્નની મોસમ ચાલી રહી છે. ત્યારે આ સમય દરમિયાન સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકોને રાહત મળી છે.

આજે ચાંદીના ભાવ

દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, આજે 10 ગ્રામ ચાંદી ₹2,550 માં વેચાઈ રહી છે. દરમિયાન, ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹25,500 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,600 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,54,250 1,41,400
રાજકોટ 1,54,250
 1,41,400
વડોદરા 1,54,250 1,41,400
સુરત 1,54,250 1,41,400
દિલ્હી 1,54,350 1,41,500
મુંબઈ 

1,54,200 1,41,350

ભાવ આટલા ઘટી કેમ રહ્યા છે?

પ્રોફિટ બુકિંગ: ઊંચા સ્તરે પહોંચ્યા પછી, રોકાણકારો હવે ભારે વેચાણ કરી રહ્યા છે.
વૈશ્વિક સંકેતો: આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાજ દરો અંગેના નિવેદનોએ બુલિયન બજારને અસર કરી છે.
ઘરેલું માંગ: ભારતમાં ચાલી રહેલી AI ઇમ્પેક્ટ સમિટ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે, રોકાણકારો પણ ઇક્વિટી તરફ ધ્યાન આપી રહ્યા છે.


  • Follow us on: