કેન્દ્ર સરકારે આજથી એટલે કે નવરાત્રિના પહેલા દિવસે GST સુધારા GST 2.0 લાગુ કર્યા છે. આજથી કરિયાણા, ડેરી ઉત્પાદનો, દવાઓ, ઘરગથ્થુ ઉપકરણો, ટીવી, એસી અને કાર અને બાઇક જેવી ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. વૈભવી અને હાનિકારક ઉત્પાદનો પર કર દર વધારવામાં આવ્યા છે, જેનાથી તે વધુ મોંઘા થયા છે.

નવા જીએસટી દર આજથી લાગુ 

આવશ્યક ચીજવસ્તુઓ અને સામાન્ય ગ્રાહક ઉત્પાદનોને સસ્તા બનાવવા માટે નવુ જીએસટી માળખુ તૈયાર કર્યું છે. જે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય પરિવારોને રાહત આપે છે. વૈભવી વસ્તુઓ અને હાનિકારક વસ્તુઓ પર કર વધારીને આવક વધારવા અને વપરાશને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કઈ વસ્તુઓ પર શૂન્ય GST?
  • ખાદ્ય ઉત્પાદનો: UHT દૂધ, ચીઝ, પિઝા, તમામ પ્રકારની બ્રેડ, ખાવા માટે તૈયાર રોટલી અને પરાઠા.
  • શૈક્ષણિક સામગ્રી: પેન્સિલો, નોટબુક, ગ્લોબ્સ, ચાર્ટ્સ, પ્રેક્ટિસ બુક્સ, લેબ નોટબુક્સ.
  • આરોગ્ય ક્ષેત્ર: 33 જીવનરક્ષક દવાઓ (3 કેન્સર દવાઓ સહિત), વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પૉલિસી.

5% GST સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ

  • ખાદ્ય વસ્તુઓ: વનસ્પતિ તેલ, માખણ અને ઘી, ખાંડ, મીઠાઈઓ, પાસ્તા, બિસ્કિટ, ચોકલેટ, જ્યુસ, નાળિયેર પાણી.
  • પર્સનલ કેર માટે ઉત્પાદનો: શેમ્પૂ, વાળનું તેલ, ટૂથપેસ્ટ, સાબુ, શેવિંગ ક્રીમ.
  • ઘરગથ્થુ વસ્તુઓ: રસોડાના વાસણો, બાળકોની બોટલો, છત્રીઓ, મીણબત્તીઓ, સીવણ મશીનો, નેપકિન્સ/ડાયપર, હેન્ડબેગ, ફર્નિચર.
  • કૃષિ સાધનો: ટ્રેક્ટર, કૃષિ મશીનરી, સ્પ્રિંકલર્સ, ટપક સિંચાઈ, પંપ.
  • આરોગ્ય ઉત્પાદનો: થર્મોમીટર, ગ્લુકોમીટર, મેડિકલ-ગ્રેડ ઓક્સિજન, ચશ્મા, રબરના મોજા.
  • કાપડ અને વસ્ત્રો: તૈયાર વસ્ત્રો (₹2,500 સુધી), શણ/કોટન બેગ, કૃત્રિમ યાર્ન.
  • અન્ય: કોતરણી કરેલ કલા ઉત્પાદનો, હાથથી બનાવેલા કાગળ અને ચિત્રો, બાંધકામ સામગ્રી (ઈંટો, ટાઇલ્સ).

18% GST સ્લેબ હેઠળ આવતા સામાન

  • ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો: એર કંડિશનર, વોશિંગ મશીન, LED/LCD ટીવી, મોનિટર, પ્રોજેક્ટર.
  • વાહનો: નાની કાર, થ્રી-વ્હીલર, એમ્બ્યુલન્સ, ૩૫૦ સીસીથી ઓછી મોટરસાઈકલ, કોમર્શિયલ વાહનો.
  • ઈંધણ અને પંપ સાધનો: ટ્રેક્ટર માટે હાઇડ્રોલિક પંપ, ઈંધણ પંપ.
  • સેવા ક્ષેત્ર: હોટલ (દિવસ દીઠ ₹૭,૫૦૦ થી ઓછી કિંમત), સિનેમા (ટિકિટ ₹1૦૦ થી ઓછી કિંમત), સુંદરતા સેવાઓ.

શું સસ્તું થયું?

  • રસોડાનો ખર્ચ: ખાદ્ય તેલ, લોટ, ઘી, ખાંડ, પાસ્તા, બિસ્કિટ.
  • બાળકોનું શિક્ષણ: નોટબુક, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી.
  • ઘરગથ્થુ ઉપયોગ: સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, રસોડાના વાસણો.
  • દવાઓ અને વીમા પૉલિસી.
  • ટીવી, એસી, કાર, બાઇક, ટ્રેક્ટર અને કૃષિ સાધનો.

શું મોંઘુ થયું?

  • સરકારે લક્ઝરી અને હાનિકારક સામાન પર કર વધાર્યો છે.
  • વાહનો: 350cc થી વધુ મોટરસાયકલો, મોટી SUV, લક્ઝરી અને પ્રીમિયમ કાર, રેસિંગ કાર (28% થી વધીને 40%)
  • મનોરંજન અને સટ્ટાબાજી: કેસિનો, રેસ ક્લબ, જુગાર અને સટ્ટાબાજી (28% થી 40%).
  • હાનિકારક ઉત્પાદનો: સિગાર, સિગારેટ, તમાકુ ઉત્પાદનો, કાર્બોનેટેડ/કેફીનયુક્ત પીણાં (28% થી 40%).

  • Follow us on: