ભારતમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ પહેલીવાર આટલો મોટો સુધારો જોવા મળી રહ્યો છે. 3 સપ્ટેમ્બરથી શરૂ થયેલી GST કાઉન્સિલની બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ GST ના ચાર સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરવાનો છે. આ પ્રસ્તાવ મુજબ, હાલના 12% અને 28% ના સ્લેબને 5% અને 18% ના સ્લેબમાં ભેળવી દેવામાં આવશે. આ નિર્ણય જો મંજૂર થાય તો સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી અનેક વસ્તુઓ જેવી કે, પનીર, ચોકલેટ, નમકીન, ફ્રોઝન ફૂડ, અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તી થશે. આ સુધારથી ભારતીય અર્થતંત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે.



GST ના નવા દર વસ્તુઓ
5% (પહેલાં વધારે હતો) હેર ઓઈલ, સાબુ, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર, કિચનવેર અને ઘરનો સામાન
0% (પહેલાં 5% હતો)પેકેજ્ડ દૂધ (UHT Milk), પનીર, અને બધી ભારતીય રોટી (રોટી, પરાઠા, વગેરે)
5% (પહેલાં 12% અથવા 18% હતો)નમકીન, ભુજીયા, સોસ, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોકલેટ, કોફી, પેકેજ્ડ માંસ, કોર્નફ્લેક્સ, બટર, ઘી
18% (પહેલાં 28% હતો)AC, 32 ઇંચથી મોટા ટીવી (હવે બધા ટીવી), ડીશવોશિંગ મશીન, નાની કાર, અને 350 સીસી સુધીની મોટરસાયકલ

પહેલીવાર સસ્તી થશે આ વસ્તુઓ

આ પ્રસ્તાવમાં એવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે જેની કિંમતો GST લાગુ થયા બાદ ક્યારેય ઓછી થઈ નથી. ઉદાહરણ તરીકે, ચોકલેટ, બિસ્કિટ, પેસ્ટ્રી, બ્રાન્ડેડ મીઠાઈઓ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પર 18% GST લાગે છે, જે હવે 5% થઈ શકે છે. તેવી જ રીતે, પેકેજ્ડ દૂધ (UHT), પનીર અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સ પરનો 12% GST ઘટાડીને 5% અથવા 0% કરવામાં આવ્યા.. આ ઉપરાંત, 1000 રૂપિયાથી વધુના કપડા અને જૂતા પર પણ GST ઘટશે. આ સુધારથી સામાન્ય જનતા પરનો નાણાકીય બોજ હળવો થશે.

કાર, બાઇક, ઇન્સ્યોરન્સ અને ઘર બાંધકામ પર અસર

આ સુધારનો સૌથી મોટો ફાયદો ઓટોમોબાઇલ સેક્ટરને થવાની શક્યતા છે. નાની કાર, કોમ્પેક્ટ એસયુવી અને બાઇક્સ પરનો 28% GST ઘટાડીને 18% થઈ શકે છે, જેનાથી વાહનોની કિંમતમાં ₹૬0,000 થી ₹80,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, એર કંડિશનર, ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ સસ્તી થશે. ઘર બનાવવા માટે જરૂરી વસ્તુઓ જેવી કે સિમેન્ટ, પેઇન્ટ, સ્ટીલ અને ટાઈલ્સ પરનો 28% GST પણ 18% થઈ શકે છે, જેનાથી ઘર બાંધકામ સસ્તું બનશે. આ સાથે, જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરનો GST પણ 18% થી 5% સુધી ઘટાડવાનો પ્રસ્તાવ છે, જે સામાન્ય નાગરિક માટે એક મોટી રાહત સાબિત થશે.


  • Follow us on: