માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટના આધારે બેંકો ધિરાણ આપે છે. MCLRએ બેંકને મનમાની ભર્યો વ્યાજદર લેતા અટકાવે છે. MCLR એ બેંકો દ્વારા લોન પર લેવામાં આવતો ન્યૂનત્તમ વ્યાજદર છે. આ એક બેંચમાર્ક વ્યાજદર છે જેનો ઉપયોગ બેંકો ધિરાણ પર વ્યાજદરો નિર્ધારિત કરવા માટે કરે છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કટોતી કર્યા બાદ હવે દેશની મોટી બેંકોએ MCLRમાં ઘટાડો કરવાનું એલાન કર્યું છે. ત્યારે આવો જાણીએ દેશની કઇ પ્રમુખ બેંકો છે જેણે માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં ઘટાડાની જાહેરાત કરી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

દેશની સૌથી મોટી સરકારી બેંકએ પોતાના MCLRમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇએ રેટમાં 5 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો. નવા રેટ 15 ઓગષ્ટ 2025થી લાગુ . હવે એસબીઆઇનો MCLR 7.9 ટકાથી 8.85 ટકાની વચ્ચે છે. જે પહેલા 7.95 ટકાથી 8.9 ટકા હતો.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાએ પણ MCLRમાં સુધારો કર્યો છે. 12 ઓગસ્ટ,2025 થી સુધારો કર્યો છે. ઓવરનાઈટ MCLR 8.10૦% થી ઘટાડીને 7.95 % કરવામાં આવ્યો છે. જ્યારે એક મહિનાનો MCLR 8.30% થી ઘટાડીને 7.95% કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 8.5% થી ઘટાડીને 8.35%, છ મહિનાનો MCLR 8.75% થી ઘટાડીને 8.65% અને એક વર્ષનો MCLR 8.9% થી ઘટાડીને 8.8% કરવામાં આવ્યો છે.

HDFC

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પણ MCLR માં સુધારો કર્યો છે. હવે નવા વ્યાજ દરો 8.55% થી વધીને 8.75% થઈ ગયા છે. નવા દરો 7 ઓગસ્ટ, 2025 થી લાગુ થાય છે. ઓગસ્ટમાં RBI ની બેઠક બાદ બેંકે MCLR માં ફેરફાર કર્યો હતો.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંકે પણ MCLR માં ૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે ઓવરનાઈટ MCLR 8.2 ટકાથી ઘટાડીને 8.15 ટકા કરી દીધો છે. એક મહિનાનો MCLR 8.35% થી ઘટીને 8.3% અને ત્રણ મહિનાનો MCLR 8.55% થી ઘટીને 8.5% થઈ ગયો છે. છ મહિનાનો MCLR 8.75% થી ઘટીને 8.7%, એક વર્ષનો MCLR 8.9% થી ઘટીને 8.85% અને ત્રણ વર્ષનો MCLR 9.2% થી ઘટીને 9.15% થઈ ગયો છે. નવા દર 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. પરંતુ એ નોંધનીય છે કે PNB એ ઓગસ્ટમાં RBI ની બેઠક પહેલા ધિરાણ દરોમાં ઘટાડો કર્યો છે.


(Disclaimer:  આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. વાસ્તવિકતામાં વ્યાજદરમાં ફેરફાર હોઇ શકે છે. )