આ માટે દેશમાં પહાડોની અંદર ગુફા જેવી રચનાઓમાં વિશાળ તેલ ભંડાર તૈયાર કરવામાં આવ્યા છે, જેને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) કહેવામાં આવે છે. આ ભંડારનો મુખ્ય હેતુ આપત્તિ અથવા કટોકટીની સ્થિતિમાં દેશની તેલની જરૂરિયાતોને પૂરી કરવો છે.
ભારત પોતાની કુલ કાચા તેલની જરૂરિયાતોમાંથી લગભગ 85 ટકા તેલ આયાત કરે છે
ભારત પોતાની કુલ કાચા તેલની જરૂરિયાતોમાંથી લગભગ 85 ટકા તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં જો ક્યારેય યુદ્ધ, વૈશ્વિક સંકટ અથવા સપ્લાય ચેનમાં ખલેલ પડે તો દેશની ઊર્જા સપ્લાય પર અસર પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જમીનની નીચે પથ્થરો કાપીને મોટા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, જ્યાં લાખો ટન કાચું તેલ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવામાં આવે છે.
ત્રણ મુખ્ય સ્થળોએ આવા ભૂગર્ભ તેલ ભંડાર બનાવવામાં આવ્યા છે.
દેશમાં હાલમાં ત્રણ મુખ્ય સ્થળોએ આવા ભૂગર્ભ તેલ ભંડાર બનાવવામાં આવ્યા છે. તેમાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમ, મંગલુરુ અને પડુરનો સમાવેશ થાય છે. અહીં પહાડોની અંદર બનાવેલા ટાંકો દરિયાકિનારા નજીક છે, જેથી તેલને સુરક્ષિત રાખવા સાથે જરૂર પડે ત્યારે રિફાઈનરી સુધી સરળતાથી પહોંચાડવું શક્ય બને. આ ભંડારોમાં ઘણા દિવસો સુધી દેશની તેલ જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા છે.
સરકાર આ ભંડારોની ક્ષમતા વધારવા માટે પણ યોજના બનાવી રહી છે.
તે ઉપરાંત સરકાર આ ભંડારોની ક્ષમતા વધારવા માટે પણ યોજના બનાવી રહી છે. ઓડિશાના ચાંદીકોલ અને કર્ણાટકના પડુરમાં બીજા તબક્કા હેઠળ વધુ સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. તેના કારણે ભવિષ્યમાં કોઈ વૈશ્વિક સંકટ અથવા તેલ સપ્લાય બંધ થવા જેવી સ્થિતિમાં ભારતને મોટી રાહત મળી શકે છે.
ઊર્જા નિષ્ણાતોના કહેવા મુજબ આવા સુરક્ષિત અને ગુપ્ત તેલ ભંડાર કોઈપણ દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ભારતની આ રણનીતિ દેશને સંકટના સમયમાં મજબૂત બનાવશે અને વૈશ્વિક ઊર્જા બજારમાં તેની સ્થિતિને વધુ સ્થિર બનાવશે.
આ પણ વાંચો: India LPG Supply Crisis : પેટ્રોલિયમ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે 25 દિવસ પહેલા બુક નહી થાય ગેસ