ભારત પોતાની નૌસેનાની ક્ષમતાઓને મજબૂત કરવા માટે બે મોટી સબમરીનની ડીલને અંતિમ રૂપ આપવા જઇ રહ્યુ છે. જેની કુલ કિંમત એક લાખ કરોડ રૂપિયા છે. આ પગલું ચીનની વધતી સમુદ્રી તાકાત વચ્ચે ઉઠાવવામાં આવી રહ્યુ છે. આવતા વર્ષના મધ્ય સુધી આ ડીલ ફાઇનલ થઇ શકે છે. પહેલી ડીલ ત્રણ સ્કોર્પીન સબમરીન માટેનો છે, જે મુંબઈના માઝગોન ડોક લિમિટેડ (MDL) અને ફ્રાન્સના નેવલ ગ્રુપ સાથે સંયુક્ત રીતે બનાવવામાં આવશે.બીજી ડીલ 6 ડીઝલ-ઇલેક્ટ્રિક સ્ટેલ્થ સબમરીનની છે જે જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમની સાથે MDL દ્વારા બનશે. આ ડીલ નૌસેનાની અંડરવોટર વોરફેયર ક્ષમતા વધારશે.


પહેલી ડીલઃ ત્રણ સ્કોર્પીન સબમરીન આશરે 36,000 કરોડ રૂપિયા

આ ડીલ પ્રોજેક્ટ 75નો ફોલો ઓન ઓર્ડર છે. 2023માં રક્ષા મંત્રાલયે આની મંજૂરી આપી હતી, પરંતુ ટેકનિકલ અને વ્યવસાયિક મુદ્દા પર વાતચીત મોડી થઇ.

નિર્માણઃ

આ સબમરીન મુંબઇની મઝગાંવ ડોક લિમિટેડ (MDL) અને ફ્રાન્સની નેઈવલ ગ્રુપ સાથે સંયુક્ત રીતે તૈયાર થશે. અગાઉ પણ પ્રોજેક્ટ 75 હેઠળ MDLએ નેઈવલ ગ્રુપ સાથે મળીને છ સ્કોર્પીન (કલવારી વર્ગ) સબમરીન બનાવી હતી – જેમાં INS કલવારી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાગશીરનો સમાવેશ થાય છે. છેલ્લી પાંડુબી જાન્યુઆરી 2025માં કમિશન કરવામાં આવી હતી.

વિશેષતાઓ

ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન

વજન: આશરે 1500 ટન, લંબાઈ: 75 મીટર

એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) સિસ્ટમથી સજ્જ – જે તેને 21 દિવસ સુધી પાણી નીચે રહેવાની ક્ષમતા આપે છે.

હથિયારો: ટોર્પિડોઝ, એન્ટી-શિપ મિસાઇલ્સ અને માઇન લોડ કરી શકાય છે.

મહત્ત્વ: આ સબમરીન નૌસેનાની જૂની રશિયન કિલો ક્લાસ પાંડુબીઓની જગ્યાએ આવશે. ચીનની વધતી નૌસેનાની સામે હિંદ મહાસાગરમાં ભારતની તાકાતમાં વધારો કરશે.

સમયસીમાઃ આ કરાર આગામી વર્ષની શરૂઆતમાં સહી થવાની શક્યતા છે. પહેલી પાંડુબી કરાર સહી થયા પછી છ વર્ષમાં ડિલિવર થવાની આશા છે. વેપારિક ચર્ચાઓ લગભગ પૂરી થઈ ગઈ છે, પરંતુ વિલંબના કારણે નૌસેના ચિંતિત છે.

બીજી ડીલઃ 6 ડીઝલ ઇલેક્ટ્રિક સ્ટેલ્થ સબમરીન કિંમત 65,000 થી 70,000 કરોડ રૂપિયા

આ પ્રોજેક્ટ 75 ઇન્ડિયા (P-75I)છે, જે 2021માં મંજૂર થયો હતો. આ મેક ઇન ઇન્ડિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.

નિર્માણઃ

MDL અને જર્મનીની TKMS (Thyssenkrupp Marine Systems) સાથે મળશે બનાવટ. TKMSએ MDL સાથે ભાગીદારી કરી છે અને તે પહેલા ટેન્ડરમાં Larsen & Toubro (L&T) અને સ્પેનની Navantia સામે આગળ નીકળી હતી. TKMSનું પ્રસ્તાવ Type 214 સબમરીન કસ્ટમાઇઝ્ડ વર્ઝન છે, જે અંદાજે 3000 ટન વજન ધરાવતી હશે, AIP સિસ્ટમથી સજ્જ અને સ્ટેલ્થ સુવિધાઓ ધરાવતી હશે.

વિશેષતાઓ: સ્ટેલ્થ ડિઝાઇન AIP (Air Independent Propulsion) ટેકનોલોજીથી લાંબા સમય સુધી પાણી નીચે રહેવાની ક્ષમતા

એડવાન્સ સેન્સર્સ અને હથિયાર 

આ સબમરીન જૂની શિશુમાર અને સિંધુઘોષ વર્ગની સબમરીન બદલશે

મહત્ત્વ: હાલમાં ભારતીય નૌસેનાની પાસે 16 પરંપરાગત સબમરીન છે, જે 2030 સુધીમાં ઘટીને 8 થઈ શકે છે ચીનની 70થી વધુ સબમરીન સામે હિંદ મહાસાગરમાં તાકાતનું સંતુલન બેસાડશે. 45% થી 60% સુધી સ્થાનિક ઉપકરણોનો ઉપયોગ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે


  • Follow us on: