ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા પહેલા આ નવા બદલાવ વિશે જરૂર જાણો. ટ્રેનમાં મુસાફરી કરનારા અનેક લોકોએ પ્રવાસને લઈને IRCTCમાં પ્રોફાઈલ બનાવી હશે. રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગને લઈને નિયમોમાં મોટો ફેરફાર કરતા ફરજીયાતપણે IRCTC પ્રોફાઈલ અપડેટ કરવી પડશે. ટિકિટ બુકિંગ માટે IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું. જો તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો જ તમે તત્કાલ ટિકિટ બુકિંગ વિશે તત્કાલ માહિતી મેળવી શકશો.
IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કરવાથી તત્કાલ ટિકિટ વિન્ડો ખુલવાના 10 મિનિટ પહેલા ઍક્સેસ મળશે. અને આ એકસેસ મળવાના કારણે તમારા માટે કન્ફર્મ તત્કાલ ટિકિટ મળવાની શક્યતા વધી જશે. જે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવતા હશે તેમને આ સુવિધાનો વધુ લાભ મળશે. વ્યસ્તતાના કારણે મોટાભાગના લોકો મોબાઇલ અથવા લેપટોપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય છે. અને તત્કાલના આ નિયમની સુવિધા IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ વપરાશકર્તાને જ ઉપલબ્ધ થશે.
આધાર કાર્ડ સાથે લિંક કરનાર વપરાશકર્તાને જ મળશે લાભ
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલ વપરાશ કર્તા જ તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાના પ્રથમ 10 મિનિટની અંદર ટિકિટ બુક કરી શકશે. આ સમયમાં અધિકૃત એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં. અર્થાત તત્કાલ બુકિંગનો લાભ ફક્ત આધાર લિંક કરેલા વપરાશકર્તાઓને જ મળશે.
IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે લિંક કરવું
- સૌપ્રથમ www.irctc.co.in વેબસાઇટ પર જાઓ.
- તમારા વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
- 'My Account' વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાં લિંક યોર આધારનો વિકલ્પ પસંદ કરો.
- આધાર નંબર અને નામની વિગતો દાખલ કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને અપડેટ બટન પર ક્લિક કરો.
- આમ કરવાથી, તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે.
IRCTC પોર્ટલ પર તત્કાલ ટિકિટ કેવી રીતે બુક કરવી?
- સૌ પ્રથમ, તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને IRCTC વેબસાઇટ (https://www.irctc.co.in/nget/train-search) પર લોગ ઇન કરો. પછી હવે મુસાફરીની વિગતો ભરો.
- હોમપેજ પર જ: સ્ટેશનનું નામ (પ્રસ્થાન અને પ્રતિ), મુસાફરી તારીખ ક્વોટા "તત્કાલ" તરીકે પસંદ કરો અને "Search" બટન પર ક્લિક કરો અને ટ્રેન પસંદ કરો.
- આ કલીક સાથે તમને પસંદ કરેલા સ્ટેશન પર ઉપલબ્ધ ટ્રેનોની યાદી દેખાશે. તમારી જરૂરિયાતોને અનુરૂપ ટ્રેન પસંદ કરો જેમાં સીટો ઉપલબ્ધ હોય. પછી તેમાં માંગ્યા મુજબ આ તમારી વિગતો ભરો. મુસાફરનું નામ, ઉંમર, લિંગ વગેરે ભરો. આ વિગતોમાં આધાર નંબર દાખલ કરવો ફરજિયાત છે, જો તમારું ખાતું આધાર સાથે લિંક થયેલ છે, તો તમને બુકિંગમાં પ્રાથમિકતા મળવાની સંભાવના વધે છે.
- વિગતો ભર્યા બાદ સીટ અને કોચ પસંદ કરો. ઉપલબ્ધ બર્થ/કોચ (જો ઉપલબ્ધ હોય તો) માંથી પસંદ કરો. તેનો કેપ્ચા કોડ અને મોબાઇલ નંબર દાખલ કરો. કેપ્ચા યોગ્ય રીતે દાખલ કરો. મોબાઇલ નંબર દાખલ કરો.
ચુકવણી કરો
વિગતો પૂર્ણ કર્યા બાદ ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI, નેટ બેંકિંગ અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પો દ્વારા ચુકવણી કરી ટિકિટનું કન્ફર્મેશન મેળવો. પેમેન્ટ થતાં જ તમારી તત્કાલ ટિકિટ બુક થઈ જશે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. આ તત્કાલ ટિકિટની તમને ઇમેઇલ અથવા SMS દ્વારા પણ માહિતી મળશે.