ભારતીય અર્થતંત્ર માટે ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ 13 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 8.66 અબજ ડોલર વધીને 725.727 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે.

મુખ્ય આંકડાઓ પર એક નજર

કુલ ફોરેક્સ રિઝર્વ: $725.727 અબજ (નવો ઓલ-ટાઈમ હાઈ), વધારો: $8.66 અબજ (એક સપ્તાહમાં), ગોલ્ડ રિઝર્વ: $128.466 અબજ સુધી પહોંચ્યું. વિદેશી ચલણ અસ્કયામતો (FCA): $3.55 અબજ વધીને $573.603 અબજ થઈ.

સોનાના ભંડારમાં પણ જંગી તેજી

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ આ અઠવાડિયે ભારતના ગોલ્ડ રિઝર્વની વેલ્યુમાં મોટો ઉછાળો આવ્યો છે. RBI ના રિપોર્ટ પ્રમાણે, સોનાના ભંડારની કિંમત 4.99 અબજ ડોલર વધીને 128.466 અબજ ડોલર થઈ ગઈ છે.

વધારો થવા પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, આ મજબૂતી પાછળ વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પરનો ભરોસો મુખ્ય છે: ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ભારત-US વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય રૂપિયામાં આવેલી રિકવરીએ પણ ફોરેક્સ રિઝર્વ વધારવામાં મદદ કરી છે. ભારત પાસે અત્યારે એટલું વિદેશી ભંડાર છે કે તે લગભગ એક વર્ષ સુધીની આયાત (Import) અને બાકી વિદેશી દેવાના 96 ટકા હિસ્સાને આવરી લેવા માટે પૂરતું છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો