મધ્યપૂર્વ યુદ્ધની અસર ભારતમાં દેખાવા લાગી છે. યુદ્ધના કારણે ગેસ અને પેટ્રોલિયમની અછત જોવા મળી. નાણાકીય વર્ષની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આજથી અમલમાં આવેલા નવા દરોની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને વ્યવસાયો પર પડશે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹218 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ, વિવિધ શહેરોમાં ભાવમાં વધારો થયો છે.
LPGમાં ભાવ વધારો, હોટલની વાનગીઓ થશે મોંઘી
વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં ₹195નો વધારો થયો છે. નવા વાણિજ્યિક ગેસના દર આજથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. અગાઉ, 7 માર્ચે, ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ઘરેલુ સિલિન્ડર ₹60 અને વાણિજ્યિક સિલિન્ડર ₹114.50 મોંઘા થયા હતા. વાણિજિયક ગેસ સિલિન્ડરમાં ભાવમાં વધારો કરાયો છે જયારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. સામાન્ય નાગરિકો માટે આ બાબત રાહતરૂપ રહેશે. હાલમાં કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરાતા હોટલ અને રેસ્ટોરન્ટનું જમવાનું મોંઘું થશે.














