કમર્શિયલ ગેસ સિલિન્ડર 115 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમતો તરત જ અમલમાં આવી ગઈ છે અને તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવી છે. નવો ભાવ લાગુ થતા જ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 879 રૂપિયાથી વધીને 939 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયાથી વધીને 928.50 રૂપિયા થઈ ગઈ છે.
19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો
તે ઉપરાંત 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.
સરકારનું કહેવું છે કે દેશમાં ઊર્જા પુરવઠા અંગે કોઈ સંકટ નથી
સરકારનું કહેવું છે કે દેશમાં ઊર્જા પુરવઠા અંગે કોઈ સંકટ નથી અને સામાન્ય લોકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતો ઊર્જા પુરવઠો ઉપલબ્ધ છે.
વધારો ભારતની એનર્જી સપ્લાય અને ઈંધણની ઉપલબ્ધતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કરવામાં આવ્યો
આ વધારો ભારતની એનર્જી સપ્લાય અને ઈંધણની ઉપલબ્ધતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ અગાઉ વિશ્વાસ અપાવ્યો હતો કે દેશમાં એનર્જી સપ્લાય અથવા ઈંધણની કોઈ કમી નથી અને ગ્રાહકોએ સપ્લાયમાં અવરોધની ચિંતા કરવાની જરૂર નથી.
મંત્રીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા અમારા નાગરિકો માટે સસ્તું અને ટકાઉ ઈંધણ ઉપલબ્ધ કરાવવાની છે અને અમે તે સરળતાથી કરી રહ્યા છીએ. ભારતમાં એનર્જીની કોઈ કમી નથી અને એનર્જી વપરાશકર્તાઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.”
આ દરમિયાન Indian Oil Corporationએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એવી ખબરને નકારી કાઢી હતી જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. IOCએ આવા દાવાઓને સંપૂર્ણપણે આધારહીન ગણાવ્યા હતા.
આ પણ વાંચો: Assam: ભારતીય વાયુસેનાનું સુખોઇ-30 ફાઇટર જેટ ક્રેશ, ટેકઓફ બાદ થયું હતુ ગુમ