મોદી સરકારે GSTને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો. દેશમાં કર વ્યવસ્થાને સરળ બનાવવા અને લોકોને સીધો લાભ GSTમાં ધરખમ બદલાવ કરવામાં આવ્યો. મોદી સરકારે GSTમાં અનેક આવશ્યક રોજિંદી વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ ઘટાડી નવરાત્રિ તહેવાર પહેલા જ મોટી ભેટ આપી છે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં 3 સપ્ટેમ્બરના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

GSTમાં કરાયા મોટા સુધારા

વડાપ્રધાને કહ્યું કે GST કાઉન્સિલે સામાન્ય માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ બદલાવ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોને 56મી GST કાઉન્સિલની બેઠકમાં અંતિમ મહોર મારવામાં આવી. આ બેઠકમાં GSTના ટેક્સ સ્લેબને લઈને મોટા નિર્ણય કરતાં હવેથી દેશમાં માત્ર 3 ટેક્સ સ્લેબ જ લાગુ થશે. હાલના 12% અને 28% ના સ્લેબને 5% અને 18% ના સ્લેબમાં ભેળવી દેવામાં આવશે. GSTમાં આ નવા સુધારાથી મધ્યમ વર્ગ, મહિલાઓ, સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને યુવાનોને જરૂર ફાયદો થશે.

GSTમાં આ વસ્તુઓ પર શૂન્ય ટેક્સ

56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ આ વસ્તુઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં. અગાઉ અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર (UHT) દૂધ, છાશ અને પનીર પર 5% GST લાગતો હતો તેના હવે આ પ્રોડક્ટને કર મુક્ત કરાઈ છે. ખાદ્ય વસ્તુઓમાં રોટલી અને ચપાતી જેવી ભારતીય બ્રેડ પરનો ટેક્સ દૂર કરાયો છે. આ ઉપરાંત શિક્ષણ સંબંધિત સામગ્રી અને આરોગ્ય વીમા જેવી સેવાઓને પણ કરમુક્ત કરાઈ છે.

સામાન્ય માણસના રોજિંદા વપરાશની આ વસ્તુઓ કરમુક્ત કરાઈ 

  • UHT દૂધ (અતિ-ઉચ્ચ તાપમાન દૂધ)
  • છેના અને પનીર
  • રોટલી અને ચપાતી જેવી ભારતીય બ્રેડ
  • વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પૉલિસીઓ
  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ
  • જીવન બચાવતી દવાઓ
  • સ્ટેશનરી વસ્તુઓ: કસરત પુસ્તક, નોટબુક, પેન્સિલ, શાર્પનર અને ઇરેઝર

રોજિંદા વપરાશની આ વસ્તુઓ પર શૂન્ય ટેક્સ કરતા વિદ્યાર્થીઓ અને ગૃહિણોને મોટા ફાયદો થશે.