મુંબઈ :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ("RIL") ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. ("મેટા") સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે.
મેટા માટે ભારતમાં આ પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટર કેપેસિટી છે અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મેટા આ સુવિધામાંથી કેપેસિટીને ભાડે લેશે, જે મેટાના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેના થકી રિલાયન્સ સાથે લાંબા સમયથી ચાલી આવતી તેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે, જે વિશ્વના સૌથી ગતિશીલ ડિજિટલ બજારોમાંના એકમાં કનેક્ટિવિટી, કોમર્સ અને AI નવીનતાનો વિસ્તાર કરે છે.
આ કરાર હેઠળ, ડેટા સેન્ટરની સંપૂર્ણ લાઈફસાઈકલ દરમિયાન ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનથી લઈને યુટિલિટીઝના પ્રવર્તમાન સંચાલન, પુનઃપ્રાપ્ય વીજ પુરવઠો, નેટવર્ક કનેક્ટિવિટી અને સંપૂર્ણપણે સંચાલિત ઓપરેશનલ સેવાઓ સુધીની વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સેવાઓ RIL પૂરી પાડશે. આના થકી RIL ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સિંગલ-વિન્ડો સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકેનું સ્થાન હાંસલ કરે છે.
ગુજરાત ડેટા સેંટર માટે સર્વશ્રેષ્ઠ
ગુજરાતનું વ્યૂહાત્મક લોકેશન વિશાળ સ્તરે ડેટા સેન્ટર કામગીરી માટેના નોંધપાત્ર લાભો પ્રસ્તુત કરે છે. આમાં ડિલિવરી ક્ષમતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, પાણીની ઉપલબ્ધતા, ભારતના પશ્ચિમી સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન સાથેની નિકટતા અને જિયોના વ્યાપક ફાઇબર નેટવર્કનો સમાવેશ થાય છે. ડેટા સેન્ટર પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા સંચાલિત થશે અને દરિયાના નિસ્યંદિત પાણીથી તેનું કુલિંગ કરવામાં આવશે.
આ ભાગીદારી ભારત સરકારની પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે જે ડેટા સેન્ટર્સને વ્યૂહાત્મક રાષ્ટ્રીય માળખા તરીકેનું સ્થાન આપે છે અને ભારતમાં વૈશ્વિક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને આકર્ષિત કરવા માટે લાંબાગાળાના નીતિગત માળખાની પ્રસ્તુતિ કરે છે.
વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવાની ભારતની તૈયારી
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “મેટા સાથેની અમારી આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક પરિવર્તનશીલ ક્ષણ પૂરી પાડે છે. મેટા જેવા કદાવર વૈશ્વિક ટેકનોલોજી લીડર માટે ભારતના પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટરનું નિર્માણ એ વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવાની ભારતની તૈયારીને પરાવર્તિત કરે છે. રિલાયન્સમાં, અમે વિશ્વ-સ્તરીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે AI નવીનતાની શક્તિ આગામી પેઢીને આપશે – તે પણ ફક્ત ભારત માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે. હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે જામનગર એક સીમાચિહ્નરૂપ સ્થળ બનશે, અને આ વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે મેટા સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે.”
ભારતમાં કામ કરવાનો ગર્વ
મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, "અમને ભારતમાં અમારા પ્રથમ AI-એનેબલ્ડ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે મળીને કામ કરવાનો ગર્વ છે. જામનગરમાં ઊભી થનારી આ વિશ્વ-સ્તરીય સુવિધા ભારતના અર્થતંત્રમાં અમારા લાંબાગાળાના રોકાણને વધુ સુદૃઢ બનાવવાની સાથે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વૈશ્વિક સ્તરે ફેલાવવામાં મદદરૂપ થશે."