તહેવારની સિઝન પહેલા જ નાણામંત્રીએ જનતાને રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી રેટ ઘટાડવાનો નિર્ણયલીધો છે. કૂલ 4 ટેક્સ સ્લેબ હતા જેમાંથી 2 ટેક્સ સ્લેબ કાઢી નાંખ્યા છે. હવે માત્ર 5 અને 18 ટકા જ ટેક્સ રેટ છે.જેને કારણે ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી બની છે. નવરાત્રિના દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી આ નવો ટેક્સ દર લાગુ પડવાનો છે. ત્યારે આવો જાણીએ કઇ કઇ વસ્તુઓ પર ઝીરો ટકા જીએસટી લાગશે.
આ વસ્તુઓ થઇ ટેક્સ ફ્રી
GST કાઉન્સિલની બેઠકમાં સરકારે સામાન્ય માણસ માટે જીવન જીવવું વધુ સસ્તું બનાવવા માટે ઓછામાં ઓછી 60 વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપી છે. જેમાં ત્રણ જીવનરક્ષક દવાઓ અને 33 અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને કરમુક્ત કરવામાં આવી છે.
આ ચીજવસ્તુઓ પર ઝીરો ટકા જીએસટી
- અતિ-ઉચ્ચ તાપમાનનું દૂધ
- પિઝા બ્રેડ
- રોટલી
- પરાઠા
- ભારતીય બ્રેડ,
- ઇરેઝર (રબર)
- 33 દવાઓ
- કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર ક્રોનિક રોગોની સારવાર માટે વપરાતી 3 જીવનરક્ષક દવાઓ
- નોટબુક, ગ્રાફ બુક
- તમામ પ્રકારના નકશા, ગ્લોબ્સ
- ગિમ્પ્ડ યાર્ન, અને સ્ટ્રીપ્સ અને અન્ય સમાન વસ્તુઓ
- ચેનીલ યાર્ન (ફ્લોક્ડ સેનીલ યાર્ન સહિત)
- લૂપ વેલ-યાર્ન
- પેન્સિલ શાર્પનર્સ
- પેન્સિલ
- ક્રેયોન્સ
- પેસ્ટલ્સ
- ચારકોલ ડ્રોઇંગ
- લેખન અથવા ડ્રોઇંગ ચાક
- ટેલરનો ચાક
- ચોક સ્ટિક
આરોગ્ય વીમા અને જીવન વીમા પર મુક્તિ
GST કાઉન્સિલે સામાન્ય માણસ માટે વીમાને સસ્તું બનાવવા અને દેશમાં વીમા કવરેજને વિસ્તૃત કરવા માટે તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસીઓ, પછી ભલે તે ટર્મ લાઇફ, ULIP અથવા એન્ડોમેન્ટ પોલિસી હોય તેની પર
પર શૂન્ય GST દરની જાહેરાત કરી. વધુમાં સીતારમણે જાહેરાત કરી કે તમામ વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ (ફેમિલી ફ્લોટર પોલિસી અને વરિષ્ઠ નાગરિકો માટેની પોલિસી સહિત) અને તેમના નવીકરણને GSTમાંથી મુક્તિ આપવામાં આવશે.